જાણો Taarak Mehta Ka Ooltah Chashmahના આ કલાકારોના પહેલા શો વિશે

દિલીપ જોશી શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવે છે. જેઠાલાલ ચંપકલાલ ગડા ઉર્ફે દિલીપ જોશીનો પહેલો ટીવી શો 'કભી યે, કભી વો' હતો. આ શો 1994 માં બહાર આવ્યો હતો.

જાણો Taarak Mehta Ka Ooltah Chashmahના આ કલાકારોના પહેલા શો વિશે
Taarak Mehta Ka Ooltah Chashmah
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:52 PM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક લોકપ્રિય શો છે તે ગોકુલધામના રહેવાસીઓની રોજીંદી વાર્તાઓને રમુજી રીતે રજૂ કરે છે. આને કારણે શો ટીઆરપીમાં ખૂબ આગળ રહે છે. આ શો વર્ષ 2008થી ટીવી પર ચાલી રહ્યો છે. આ શો દ્વારા ઘણા કલાકારોએ તેમની કારકિર્દીને ઉંચાઈ આપી છે, પરંતુ આ ઘણા કલાકારોનો ડેબ્યૂ શો રહ્યો નથી.

 

દિલીપ જોશી શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવે છે. જેઠાલાલ ચંપકલાલ ગડા ઉર્ફે દિલીપ જોશીનો પહેલો ટીવી શો ‘કભી યે, કભી વો’ હતો. આ શો 1994માં બહાર આવ્યો હતો. આ શો ખૂબ જ લોકપ્રિય થયો હતો. દિલીપ જોશી ટીવી સિવાય બોલિવૂડની ફિલ્મોમાં પણ દેખાયા હતા. તેમને  ‘મૈંને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કૌન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

 

મુનમુન દત્તા ઉર્ફે બબીતા ​​જી

બબીતા ​​અય્યર ઉર્ફે મુનમુન દત્તાની ટેલિવિઝન ડેબ્યૂ 2004માં થયું હતું. તેઓ ‘હમ સબ ભારતી’માં જોવા મળ્યા હતા. દિલીપ જોશી પણ આ શોનો ભાગ હતા. મુનમૂન દત્તાએ ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

 

શૈલેષ લોઢા ઉર્ફે તારક મહેતા

 

 

જેઠાલાલના નજીકના મિત્ર અને શોમાં લેખકની ભૂમિકા નિભાવનારા તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાએ કોમેડી સર્કસમાં સ્પર્ધક તરીકે ટેલિવિઝનની શરૂઆત કરી હતી. આ શો 2007માં બહાર આવ્યો હતો.

 

 

 

દિશા વાકાણી ઉર્ફે દયાબેન

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા ભાભીની ભૂમિકા નિભાવનાર દિશા વાકાણીએ 2002માં ટેલિવિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. તે લોકપ્રિય શો ખીચડીમાં જોવા મળ્યા હતા. આ સિવાય તે આહટમાં પણ જોવા મળ્યા હતા. દિશાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

રાજ અનડકટ ઉર્ફે ટપ્પુ

ટપ્પુ સેના વિના ગોકુલધામ એકલુ લાગે. રાજ અનડકટ ટપ્પુની ભૂમિકા નિભાવે છે. તેમણે 2016માં ‘એક રિશ્તા ભાગીદારી કા’ દ્વારા કામ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ભવ્ય ગાંધીની ભૂમિકા ભજવનારા ટપ્પુની જગ્યા લીધી હતી.

 

 

શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તૂફાન એક્સપ્રેસમાં કામ કરનાર પત્રકાર પોપટલાલ ઉર્ફે શ્યામ પાઠકનું ટેલિવિઝન ડેબ્યૂ 2008માં થયું હતું. તેઓ જસુબેન જયંતિલાલ જોશી કી જોઈન્ટ ફેમિલીમાં પણ જોવા મળ્યા હતા.

 

અમિત ભટ્ટ ઉર્ફે બાપુજી

જેઠાલાલના પિતા ચંપકલાલ ગડા ઉર્ફે અમિત ભટ્ટે ટેલિવિઝન પર ઘણા કાર્યક્રમોમાં કામ કર્યું હતું, તેમણે 2002માં ખિચડી શોમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ એફઆઈઆરમાં પણ જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: વર્ષો સુધી ટીવી પર સુપરડુપરહિટ સાબિત થયા હતા આ 10 શો, જુઓ લિસ્ટ