Lata Mangeshkar Net Worth: લતાજી પાસે છે મોંઘી કાર અને કરોડોની પ્રોપર્ટી, ઘર એટલું વિશાળ છે કે 10 પરિવારનો આરામથી થઈ શકે છે સમાવેશ

|

Feb 06, 2022 | 11:54 AM

કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં લતા મંગેશકર સામાન્ય જીવન જીવતા હતા. તેમના સરળ વ્યક્તિત્વથી પણ તેમની એક ખાસ ઓળખ રહી છે.

Lata Mangeshkar Net Worth: લતાજી પાસે છે મોંઘી કાર અને કરોડોની પ્રોપર્ટી, ઘર એટલું વિશાળ છે કે 10 પરિવારનો આરામથી થઈ શકે છે સમાવેશ
Lata Mangeshkar Net Worth ( File photo)

Follow us on

સ્વરા કોકિલા તરીકે જાણીતી ગાયિકા લતા મંગેશકર (Lata Mangeshkar) હવે આપણી સાથે રહ્યા નથી. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. ત્યાંના ડૉક્ટર પ્રતિત સમદાનીએ જણાવ્યું કે લાંબા સમયથી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેના શરીરના ઘણા ભાગોને નુકસાન થયું હતું. આજે સવારે 8.12 કલાકે તેમનું નિધન થયું હતું.

લતા મંગેશકર (Lata Mangeshkar Health Update) એ દેશભક્તિના ગીતોથી લઈને ફિલ્મી ગીતો સુધી પોતાના સંગીતથી લોકોના દિલો પર રાજ કર્યું છે. આજે આખો દેશ લતા મંગેશકરને યાદ કરી રહ્યો છે અને તેમના કરિયરથી લઈને અંગત જીવન સુધી ઘણી બધી બાબતો બની રહી છે. આ ચર્ચાઓમાં તેની સાથે જોડાયેલા ઘણા તથ્યો બહાર આવી રહ્યા છે. દરમિયાન તેમની સંપત્તિ (Lata Mangeshkar Net Worth) વિશે પણ ચર્ચા ચાલી રહી છે.

આવી સ્થિતિમાં જો તમે લતા મંગેશકરની સંપત્તિ વિશે જાણવામાં રસ ધરાવો છો, તો અમે તમને જણાવીએ કે લતા મંગેશકર કરોડોની સંપત્તિના માલિક હોવા છતાં પણ સામાન્ય જીવન જીવતા હતા. તેમના સરળ વ્યક્તિત્વથી પણ તેમની ખાસ ઓળખ રહી છે. તો જાણો, લતા મંગેશકર પાસે સ્વર કોકિલા પાસે કેટલી સંપત્તિ હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પોતાની મહેનતથી આગળ વધ્યા હતા લતા મંગેશકર

જ્યારે લતા મંગેશકરના પિતા દીનાનાથ મંગેશકરનું અવસાન થયું ત્યારે ગાયિકાની ઉંમર માત્ર 13 વર્ષની હતી. આ પછી પરિવારની જવાબદારી તેમના ખભા પર આવી ગઈ હતી. બાળપણથી જ લતા મંગેશકર ગાયકીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યા હતા અને તેમના પિતા તેમને સંગીતના પાઠ આપતા હતા. આવી સ્થિતિમાં, તેણે નાની ઉંમરમાં પ્લેબેક સિંગર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાના અવાજના આધારે એક ખાસ ઓળખ બનાવી.

જો કે તેમની પ્રોપર્ટી વિશે ઘણા અહેવાલો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમની કુલ સંપત્તિ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 111 કરોડ રૂપિયા છે. વ્યવસાયના ક્ષેત્રમાં તેમણે ગાયક અને સંગીત નિર્દેશક તરીકે કામ કર્યું છે. જો કે, કેટલાક અહેવાલોમાં તેમની સંપત્તિ 50 મિલિયન સુધી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. caknowledgeના રિપોર્ટ મુજબ, તેમની માસિક આવક 40 લાખ રૂપિયા છે અને વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા છે. એવું માનવામાં આવે છે કે તેણે તેના પિતાના નિધન પછી તેની સખત મહેનત દ્વારા ઘણું પ્રાપ્ત કર્યું છે.

મુંબઈમાં ઘર અને ઘણી કાર છે

લતા મંગેશકરના ઘરની વાત કરીએ તો તે ‘પ્રભુ કુંજ’માં રહેતી હતી, જે એટલું મોટું છે કે લગભગ 10 પરિવારો ત્યાં આરામથી રહી શકે છે અને તે મુંબઈમાં છે. અહેવાલો અનુસાર, તેણે પહેલા શેવરોલે કાર ખરીદીહતી. ત્યારબાદ તેણે બ્યુક કાર ખરીદી અને હવે તેની કારમાં મર્સિડીઝ, ક્રાઇસ્લર જેવી કાર પણ સામેલ છે.

લતા મંગેશકરે પોતાના ગીતોથી બધાના દિલ જીતી લીધા છે. આની સાથે જ આ સિંગરે ઘણા એવોર્ડ પણ પોતાના નામે કર્યા છે. લતાને 1969માં પદ્મ ભૂષણ, 1989માં દાદાસાહેબ ફાળકે પુરસ્કાર, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન અને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય લતાને વર્ષ 1982માં ફિલ્મ પરિચય માટે, વર્ષ 1974માં ફિલ્મ કોરા-કાગઝ માટે અને વર્ષ 1990માં ફિલ્મ લેકિન માટે એટલે કે 3 વખત બ્લોબેક સિંગર માટે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Lata Mangeshkar Passed Away: સંગીતની દુનિયાનો એક યુગ થયો સમાપ્ત, 92 વર્ષની વયે લતા મંગેશકરે દુનિયાને અલવિદા કહ્યું,

આ પણ વાંચો : Lata Mangeshkar : સ્વર કોકિલા લતા મંગેશકરના જીવન સાથે જોડાયેલી 10 ન સાંભળેલી વાતો, જેનાથી તમે કદાચ અજાણ હશો

Published On - 11:40 am, Sun, 6 February 22

Next Article