Sunidhi Chauhan Net Worth : સુનિધિ ચૌહાણ પાસે છે કરોડોની સંપત્તિ, એક ગીતના લે છે અધધધ રૂપિયા

બહુ ઓછા લોકો જાણતા હશે કે સુનિધિ ચૌહાણની કારકિર્દીમાં બોલિવૂડની મશહુર અભિનેત્રી તબસ્સુમનો મોટો રોલ છે. ચાલો આજે જાણીએ સુનિધિની નેટવર્થ અને જીવન વિશે.

Sunidhi Chauhan Net Worth : સુનિધિ ચૌહાણ પાસે છે કરોડોની સંપત્તિ, એક ગીતના લે છે અધધધ રૂપિયા
Know about the Net Worth of Sunidhi Chauhan on her birthday
| Edited By: | Updated on: Aug 31, 2021 | 3:28 PM

બોલીવુડની મશહુર સિંગર સુનિધિ ચૌહાણ (Sunidhi Chauhan) છેલ્લા 20 વર્ષથી બોલીવુડમાં પોતાના સુરનો જાદુ ચલાવી રહી છે. સુનિધિએ બાળપણથી જ ગાવાનું શરૂ કર્યું. બહુ ઓછા લોકોને આ જાણ હશે કે સિંગરે માત્ર 12 વર્ષની ઉંમરે ફિલ્મ ‘શાસ્ત્ર’થી બોલિવૂડમાં સિંગર કરિયરનું ડેબ્યુ કર્યુ હતુ.

તમને જણાવી દઈએ કે, સુનિધિ ચૌહાણ 11 વર્ષની ઉંમરે તેના પિતા સાથે મુંબઈ આવી હતી, તેના પિતાને વિશ્વાસ હતો કે તે એક દિવસ જરૂરથી બોલિવૂડમાં મોટું સ્થાન હાંસલ કરશે. મુંબઈ આવ્યા બાદ સુનિધિએ રિયાલિટી શો “મેરી આવાઝ સુનો” ની વિનર બની હતી અને દમદાર અંદાજથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે આજે આપણે તેની નેટવર્થ વિશે જાણીશું.

જાણો સુનિધિ ચૌહાણની નેટવર્થ

સુનિધિ ચાર વર્ષની ઉંમરથી જ પરફોર્મ કરી રહી છે. તેણે પોતાની મહેનતના આધારે બોલિવુડના સિંગરોમાં મહત્વનું સ્થાન હાંસલ કર્યુ છે, અને આજે તે બોલિવૂડના સૌથી મોંઘા સિંગરમાંની એક છે. આ સિવાય સુનિધિ વિશ્વભરમાં તેના ઘણા સ્ટેજ શો કરે છે, જેમાં લાખો દર્શકોઆ સ્ટેજ શોમાં તેમને સાંભળવા માટે આવતા હોય છે. જેના કારણે સુનિધિએ મુંબઈમાં સારી પ્રોપર્ટી બનાવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરની નેટવર્થ આશરે 76.67 કરોડ છે અને સુનિધિ બોલિવૂડ ફિલ્મમાં એક ગીત માટે 10 લાખ રૂપિયા લે છે. ઉપરાંત સિંગર ઘણા મોટા શોમાં પણ જજ તરીકે પણ જોવા મળી છે, જેમાં “સા રે ગા મા” અને “ઇન્ડિયન આઇડલ” નો સમાવેશ થાય છે. સુનિધિએ ઘણા મોટા એવોર્ડ શોમાં પણ શાનદાર કામ કર્યું છે.

અભિનેત્રી તબસ્સૂમે સુનિધિ ચૌહાણની કારકિર્દી બનાવી

બહુ ઓછા લોકો જાણે છે કે બોલિવૂડની મશહુર અભિનેત્રી તબસ્સુમનો સુનિધિની કારકિર્દીમાં મહત્વનો રોલ છે. સુનિધિ જ્યારે તેના પરિવાર સાથે દિલ્હીમાં રહેતી હતી. ત્યારે એક દિવસ તબસ્સૂમે તેને એક ગીત ગાતા સાંભળી હતી અને બાદમાં સુનિધિના પિતાને ફોન કરીને તેને મુંબઈ મોકલવા કહ્યું હતુ. જો કે તબસ્સુમની વાત સાંભળીને સિંગરના પિતા તરત જ સુનિધિને મુંબઈ લઈ આવ્યા હતા.

આ બાદ સુનિધિએ સિંગિંગ રિયાલિટી શો ‘મેરી આવાઝ સુનો’ સ્પર્ધામાં ભાગ લીધો હતો. મહત્વનું છે કે, સુનિધિએ હિન્દી ઉપરાંત મરાઠી, કન્નડ, તેલુગુ, તમિલ, પંજાબી, બંગાળી, આસામી, નેપાળી અને ઉર્દૂમાં પણ ગીતો ગાયા છે. આજે સુનિધિને બોલિવૂડના દરેક દિગ્દર્શક, અભિનેતા અને નિર્માતા ઓળખે છે.સિંગરની દમાદાર ગાયકિથી લાખો દર્શકો તેને પસંદ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: તંગીને કારણે બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે આ મોટા સ્ટાર્સ, નામ જાણીને લાગશે 440 વોલ્ટનો ઝટકો

આ પણ વાંચો: Big News: દીપિકા પાદુકોણ ફરી હોલિવૂડમાં મચાવશે ધમાલ, હાથ લાગ્યો નવો પ્રોજેક્ટ

Published On - 3:28 pm, Tue, 31 August 21