Khoya Khoya Chand : Kirron Kher એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને રાખ્યો હતો રાજકારણમાં પગ, હવે બ્લડ કેન્સરથી લડી રહ્યા છે જંગ

|

Jul 16, 2021 | 9:39 PM

કિરણ ખેરે ફિલ્મી કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ આસરા પ્યારથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મ સરદારી બેગમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Khoya Khoya Chand : Kirron Kher એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહીને રાખ્યો હતો રાજકારણમાં પગ, હવે બ્લડ કેન્સરથી લડી રહ્યા છે જંગ
Kirron Kher

Follow us on

બોલિવૂડમાં એવા ઘણા સેલેબ્સ છે જે એક અભિનેતા હોવાની સાથે એક સારા રાજનેતા પણ છે. બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયા છે અને હવે રાજકારણમાં પણ નામ કમાઈ રહ્યા છે. આજે અમે તમને એક અભિનેત્રીની સાથેસાથે રાજકારણી પણ છે તેવા કિરણ ખેર (Kirron Kher) વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે હાલમાં બ્લડ કેન્સર સામે લડી રહ્યા છે.

પંજાબમાં જન્મેલા કિરણ ખેરે ગ્રેજ્યુએશન ચંદીગઢથી કર્યું હતું. અભ્યાસ દરમિયાન જ કિરણનું મન અભિનય તરફ હતું. સ્નાતક થયા પછી, તેઓ ચંદીગઢનાં થિયેટરમાં જોડાય ગયા હતા. જે બાદ તેમણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મ આસરા પ્યારથી કરી હતી. આ પછી તેમણે ફિલ્મ સરદારી બેગમથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો.

માતાના પાત્ર દ્વારા જીત્યું દિલ

જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું

કિરણ ખેરે મોટા ભાગની ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. કિરણે સંજય લીલા ભણશાળી (Sanjay Leela Bhansali) ની ફિલ્મ દેવદાસમાં ઐશ્વર્યા રાય (Aishwarya Rai) ની માતાની ભૂમિકા ભજવી હતી. આ પાત્રથી તેમને બોલિવૂડમાં એક અલગ ઓળખ મળી હતી. આ પછી, તે વીર-ઝારા, ઓમ શાંતિ ઓમ, હમ-તુમ, રંગ દે બસંતી જેવી ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને દરેક વખતે તેમને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ કર્યું કામ

બોલિવૂડ ઉપરાંત કિરણ ખેર ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેમણે પ્રતિમા ગુબ્બારે, ઈસી બહાને જેવા ડેલી સોપમાં કામ કર્યું. આ સિવાય તે રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ (India’s Got Talent) ને પણ જજ કરી ચુક્યા છે.

 

રાજકારણમાં બનાવી ઓળખ

મનોરંજન ઉદ્યોગમાં નામ કમાવ્યા પછી, કિરણ ખેરે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. તેમણે વર્ષ 2009 માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2019 માં, કિરણ ખેર ચંદીગઢથી લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા.

બ્લડ કેન્સરથી પીડાય છે

કિરણ ખેર હાલમાં બ્લડ કેન્સર સાથેની લડત લડી રહ્યા છે. કિરણ ખેરના પતિ અનુપમ ખેર (Anupam Kher) તેમની હેલ્થની અપડેટ ચાહકોને સોશિયલ મીડિયા દ્વારા આપતા રહે છે. કિરણજીના પુત્રએ તાજેતરમાં જ તેના વીડિયોમાં કિરણ ખેરની ઝલક પણ બતાવી હતી.

 

Next Article