Happy Birthday Yash: ‘KGF’એ કન્નડ સિનેમા સ્ટાર યશને બનાવી દીધો ભારતનો સુપરસ્ટાર, બર્થડે પર જાણીએ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો

|

Jan 08, 2022 | 8:10 AM

કન્નડ સિનેમા એક્ટર યશનું (Yash) સાચું નામ નવીન કુમાર ગૌડા છે. તેમનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેમના પિતા અરુણ કુમાર કર્ણાટક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા.

Happy Birthday Yash:  KGFએ કન્નડ સિનેમા સ્ટાર યશને બનાવી દીધો ભારતનો સુપરસ્ટાર, બર્થડે પર જાણીએ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો
Actor Yash (File Image)

Follow us on

વર્ષ 2018માં કન્નડ ભાષાની ફિલ્મ ‘KGF: ચેપ્ટર 1’ (KGF : Chapter 1) રિલીઝ થઈ હતી. રિલીઝ થયા બાદ ભારતીય દર્શકો પર ફિલ્મની ચાહના હજુ પણ ઓછી થઈ નથી. તેનું જીવંત ઉદાહરણ તેનું ટીઝર છે, જે વર્ષ 2021માં આવ્યું હતું. જેણે યુટ્યુબ પરના તમામ જૂના રેકોર્ડને તોડી દીધા હતા.

આ ફિલ્મનો મુખ્ય એક્ટર યશ કન્નડ સિનેમાનો સ્ટાર હતો, પરંતુ તે પછી તે રાતોરાત ભારતીય સિનેમાનો સુપરસ્ટાર બની ગયો. લોકો તેના સ્વેગ, તેની ચાલવાની સ્ટાઈલ અને તેના ડાયલોગ બોલવાની રીતની નકલ કરવા લાગ્યા. આજે તેમનો જન્મદિવસ છે, ચાલો જાણીએ તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.

કન્નડ સિનેમા એક્ટર યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. તેમનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ કર્ણાટકમાં થયો હતો. તેમના પિતા અરુણ કુમાર કર્ણાટક ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને તેમની માતા પુષ્પા ગૃહિણી છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

મૈસૂરમાં અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ એક્ટિંગ તરફ વળ્યા હતા. યશ એક સામાન્ય પરિવારમાંથી હતો, પરંતુ તેણે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ પોતાની આવડતથી બનાવ્યું હતું. તેમણે ફિલ્મોમાં સીધી રીતે નહીં, પરંતુ ટેલિવિઝન દ્વારા ફિલ્મો સુધી પહોંચ્યો હતો.

ટેલિવિઝનથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી

યશે તેની ફિલ્મી કરિયરની શરૂઆત ટેલિવિઝન સિરિયલ ‘નંદા ગોકુલા’થી કરી હતી. જેનું નિર્દેશન અશોક કશ્યપ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ટીવી સિરિયલ ETV કન્નડ પર પ્રસારિત કરવામાં આવી હતી. આ પછી પણ યશ બીજી ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળ્યો. તેણે 2008માં આવેલી ફિલ્મ મોગીના મનસુથી તેની ફિલ્મી સફર શરૂ કરી હતી.

આમાં તેઓ સપોર્ટિંગ એક્ટરની ભૂમિકામાં હતા, જેના માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. 2008માં આવેલી ફિલ્મ ‘રોકી’માં યશ મુખ્ય અભિનેતાની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2009માં ‘કલ્લર સાંથે’ અને ‘ગોકુલા’માં કામ કર્યું, પરંતુ 2010માં આવેલી ‘મોડલસાલા’ તેની પહેલી કોમર્શિયલ હિટ ફિલ્મ બની છે.

યશની ફિલ્મી સફર શરૂ થઈ ગઈ હતી. યશ દરેક ફિલ્મ સાથે લોકપ્રિય થઈ રહ્યો હતો. સામૂહિક સિનેમાની તે પ્રથમ પસંદગી હતી, સાથે જ તે ઘણી રોમેન્ટિક ફિલ્મોમાં કામ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ‘રાજધાની’, ‘લકી’, ‘જાનુ’, ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’ અને ‘માસ્ટરપીસ’ જેવી ફિલ્મો કરી, પરંતુ 2018માં કન્નડ સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ‘KGF: ચેપ્ટર 1’ તેને કન્નડ સિનેમામાંથી બહાર આવીને અને તેને વૈશ્વિક સિનેમામાં એન્ટ્રી કરી હતી.

‘KGF’ માત્ર સૌથી મોંઘી કન્નડ ફિલ્મ જ નહીં, પરંતુ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ હતી. તેણે લગભગ 250 કરોડનો બિઝનેસ કર્યો. આજે યશના ‘KGF: ચેપ્ટર 2’ની દેશભરમાં રાહ જોવાઈ રહી છે. આ ફિલ્મનો આનંદ હજુ પણ દર્શકો પર છે. યશમાં લોકોએ 80 અને 90ના દાયકાના હીરોના પાત્રને જોયા અને પસંદ કર્યા છે.

આ પણ વાંચો : Happy Birthday Sagarika Ghatge: ઝહીર ખાને સાગરિકા ઘાટગે સાથે લગ્ન કરવા માટે કરવું પડયું હતું આ કામ, એક્ટ્રેસે સંભળાવ્યો કિસ્સો

આ પણ વાંચો : Travel Tips: આ 5 દેશમાં ફરવા જવા માટે ભારતીયોને નહીં પડે વિઝાની જરૂર

Next Article