Ranbir Kapoor ને પહેલીવાર કરીના કપૂરે કરી આ ખાસ રિક્વેસ્ટ, શું પુરી કરશે અભિનેતા, જુઓ વીડિયો

કરીના કપૂર હંમેશાં તેના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે વિતાવેલ ખાસ પળના ચિત્રો અને વીડિયો શેર કરવાનું ભૂલતી નથી. આ દરમિયાન કરીનાએ એક ખૂબ જ રસપ્રદ વીડિયો શેર કર્યો છે.

Ranbir Kapoor ને પહેલીવાર કરીના કપૂરે કરી આ ખાસ રિક્વેસ્ટ, શું પુરી કરશે અભિનેતા, જુઓ વીડિયો
Kareena Kapoor, Ranbir Kapoor
| Edited By: | Updated on: Jul 03, 2021 | 12:25 PM

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન એ ઈન્ડસ્ટ્રીના એવા સ્ટાર્સમાંના એક છે જે હંમેશાં પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે સાથે પોતાના અંગત જીવન માટે પણ હેડલાઇન્સ બનાવે છે. કરીના સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડાવાની એક પણ તક ચૂકતા નથી. તે હંમેશાં તેમના પરિવાર, મિત્રો અને ચાહકો સાથે વિતાવેલી ખાસ પળોના ચિત્રો અને વીડિયો શેર કરવાનું ભૂલતા નથી.

આ દરમિયાન કરીનાએ એક ખૂબ જ રસપ્રદ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પોતાના ભાઈ એટલે કે અભિનેતા રણબીર કપૂરને ખાસ વિનંતી કરી રહી છે. કરીનાની આ માંગ રણબીરને બીજી કઈ નહી પરંતુ તેમનો પ્રખ્યાત ‘ટુવાલ વાળો આઈટમ નંબર’ છે. અહી જુઓ કરીનાનો આ ફની વીડિયો-

 

 


કરીના કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. હાલમાં આ વીડિયોમાં માત્ર કરીના જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે કહે છે, ‘ઓયે, તારે રિક્વેસ્ટ લેતા પહેલા ફરી બે વાર વિચાર કરવો જોઈએ, રણબીર. તમારો તે પ્રખ્યાત આઇટમ નંબર એકવાર ફરી એક્ટ કરવો કેવું રહેશે? અરે તે જે ટુવાલ સાથે હતો, મારા અને લોલો (કરિશ્મા કપૂર) બંને માટે. અને હા, તમારો આઇટમ નંબરો તમારા કરતા વધુ પ્રખ્યાત છે ‘.

આ વીડિયોને શેર કરતી વખતે કરીનાએ એક વિશેષ કેપ્શન લખ્યું છે. તે લખે છે, ‘મેં મારી વિનંતી મોકલી છે … હવે આપણે રાહ જોવી પડશે પ્રખ્યાત આઇટમ નંબરની!’ ચાલો અમે તમને જણાવી દઈએ કે કરીનાના આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેને પસંદ કરવા સાથે ચાહકો તેના પર કમેન્ટ કરી રહ્યા છે અને રણબીર કપૂરનો આઈટમ નંબર જોવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

તે જ સમયે, કરીનાનો આ વીડિયો સામે આવ્યા પછી જ ચાહકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું રણબીર ખરેખર ફરી એકવાર આઈટમ નંબર કરવા જઈ રહ્યા છે કે કેમ નવો પ્રોજેક્ટ જાહેર થવાનો છે?