Kareena Kapoor-Saif Ali Khan એ ભાડે આપ્યો બાંદ્રા વાળો ફ્લેટ, આશા કરતા મળ્યું ઓછું ભાડું ?

|

Aug 18, 2021 | 4:45 PM

કરીના કપૂર અને સૈફ અલી ખાન નાના પુત્રના જન્મ પહેલા તેમના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા હતા. હવે તેમણે પોતાનું જૂનું મકાન ભાડે આપ્યું છે.

Kareena Kapoor-Saif Ali Khan એ ભાડે આપ્યો બાંદ્રા વાળો ફ્લેટ, આશા કરતા મળ્યું ઓછું ભાડું ?
Kareena Kapoor, Saif Ali Khan

Follow us on

કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan) બોલિવૂડનું ફેમસ કપલ છે. બંને એક સક્સેસફુલ કપલ છે. કરીના અને સૈફ તાજેતરમાં જ તેમના નવા ઘરમાં શિફ્ટ થયા છે. સૈફ અને કરીનાએ નાના પુત્ર જેહના જન્મ પહેલા જ તેમના નવા ઘરમાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો હતો. તેમણે પોતાનું જૂનું મકાન ભાડે આપ્યું છે.

કરીના અને સૈફ અગાઉ બ્રાંદ્રાના ફોર્ચ્યુન હાઇટ્સના ઘરમાં રહેતા હતા. હવે આ ઘર છોડીને તે નવા ઘરમાં ગયા છે. સૈફ અને કરીનાએ પોતાનું જૂનું ઘર વેચ્યું નથી, તેમણે તેને ભાડે આપ્યું છે.

લાખોમાં મળી રહ્યું છે ભાડું

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

કરીના અને સૈફનું આ એપાર્ટમેન્ટ 1500 ચોરસ ફૂટમાં બનેલું છે. જેના માટે તેમને હવે એક મહિના માટે 3.5 લાખ રુપિયાનું ભાડુ મળવાનું છે. આ સાથે 15 લાખ રૂપિયાની ડિપોઝિટ પણ કરવામાં આવી છે, સાથે 2 પાર્કિંગ પણ છે. અહેવાલો અનુસાર, આ એપાર્ટમેન્ટની કિંમત 12-14 કરોડ રૂપિયા છે.

તમને જણાવી દઈએ કે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સૈફ કરીનાનો જે ફ્લેટ છે, ત્યાં સરેરાશ ભાડું દર મહિને 4-5 લાખ રૂપિયા છે. ઉપરથી તે સૈફ અને કરીનાનું ઘર છે. આવી સ્થિતિમાં દર મહિને માત્ર 3.5 લાખ રૂપિયાનું ભાડું અપેક્ષા કરતા ઘણું ઓછું છે.

દર્શિની શાહે કર્યું છે ડિઝાઇન

કરીના કપૂર અને સૈફ અલી ખાન પોતાના આ ઘરમાં નવા વર્ષ નિમિત્તે શિફ્ટ થયા હતા. તેમના નવા ઘરને દર્શિની શાહે ડિઝાઈન કર્યું છે. સૈફ કરીનાના નવા ઘરમાં સ્વિમિંગ પુલ, તૈમુર માટે પ્લે રૂમ, લાયબ્રેરી, આર્ટ વર્ક, ટેરેસ સહિત ઘણી વસ્તુઓ છે, જે તેમના નવા ઘરને વધુ સુંદર બનાવે છે.

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં કરીના અને સૈફ તેમના બાળકો સાથે વેકેશન પર ગયા છે. જ્યાં તેમણે સૈફનો જન્મદિવસ ઉજવ્યો હતો. કરીનાએ પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર છેલ્લે અક્ષય કુમાર સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી હતી. હવે તે ટૂંક સમયમાં લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાનની સાથે જોવા મળશે. બીજી બાજુ, સૈફની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ભુત પોલીસમાં જોવા મળશે. સૈફ પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. તે આદિપુરુષમાં પ્રભાસની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ રાવણના રોલમાં જોવા મળશે.

 

આ પણ વાંચો :- વિવાદો વચ્ચે Kangana Ranaut બહેન રંગોલી સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ ક્યા અંદાજમાં આવી નજર

આ પણ વાંચો :- Vaani Kapoorએ અનુભવી હતી આર્થિક સંકટની પીડા, પોતાની વાર્તા વર્ણવતા કહી આ વાત

Next Article