
કરીનાએ હૃતિક સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જ્યારે કરીના અને હૃતિકના અફેરની અફવા આવી હતી ત્યારે કરીના ખુબ પરેશાન થઇ ગઈ હતી. ત્યારથી તેણે હૃતિક સાથે કામ ના કરવાનું નક્કી કર્યું.

અહેવાલ અનુસાર શાહિદ પહેલા બોબી દેઓલને (Bobby Deol) ફિલ્મ જબ વી મેટની ઓફર કરવામાં આવી હતી. પરંતુ કરીનાના કહેવાથી આ ફિલ્મ બોબીને ના મળી. ત્યારથી બોબી અને બેબો ક્યારેય એકબીજા સાથે બોલ્યા નહીં.

કરીના કપૂરે કરણ જોહરના ચેટ શોમાં બિપાશા બાસુના પૂર્વ બોયફ્રેન્ડ જ્હોન અબ્રાહમ વિશે વાત કરી હતી. કરીનાએ જ્હોનને એક્સપ્રેશન લેસ અભિનેતા ગણાવ્યો હતો અને સાથે જ તેણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે ક્યારેય જ્હોન સાથે કામ કરશે નહીં.

બિપાશાની પહેલી ફિલ્મ અજનબીમાં કરિના હતી અને આ સમય દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. કરીનાએ તો બિપાશાને કાળી બિલાડી પણ કહ્યું હતું.

કરીનાને ઇમરાન હાશ્મી સાથે ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. કરીનાએ ઈમરાન સાથે કામ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે તે માત્ર એ-લિસ્ટર્સ સાથે જ કામ કરશે.

અમીષા પહેલા કરીનાને કહો ના પ્યાર હૈ ફિલ્મની ઓફર મળી હતી. કરીનાએ નક્કી કર્યું કે તે ફિલ્મ રેફ્યુજીથી ડેબ્યૂ કરશે. જ્યારે અમીષાની પ્રથમ ફિલ્મ બ્લોકબસ્ટર હતી, બેબોની પ્રથમ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ ઘટના બાદ કરીનાએ અમીષાને ખરાબ અભિનેત્રી ગણાવી હતી.

વર્ષો પહેલા ઈશા દેઓલ અને કરીના કપૂર ખાન વચ્ચે મિત્રતા હતી. બંનેએ LOC કારગિલ અને યુવા જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું. પરંતુ હવે બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી. આની પાછળનું કારણ ક્યારેય બહાર આવ્યું નથી.

એક ઇવેન્ટ દરમિયાન દિયા મિર્ઝાએ કરીના કપૂર ખાનના ડ્રેસ પર ટિપ્પણી કરી હતી. આ પછી બેબો ખૂબ જ ગુસ્સામાં હતી. કરીના કપૂરે સ્પષ્ટ કહ્યું હતું કે દિયાને તેની સ્ટાઈલ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.