Kareena Kapoor Baby Boy Photo: ચાહકોએ જોઈ Kareena Kapoorના નાના પુત્ર જેહની ઝલક, ક્યુટનેસમાં તૈમૂરને પણ આપે છે ટક્કર

કરીના કપૂરની એક બાળક સાથે તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં તે કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે. ફેન પેજ કહી રહ્યા છે કે આ કરીનાનો નાનો પુત્ર જેહ છે.

Kareena Kapoor Baby Boy Photo: ચાહકોએ જોઈ Kareena Kapoorના નાના પુત્ર જેહની ઝલક, ક્યુટનેસમાં તૈમૂરને પણ આપે છે ટક્કર
Kareena Kapoor
| Edited By: | Updated on: Jul 15, 2021 | 9:32 PM

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે (Kareena Kapoor) આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજા પુત્રને જન્મ આપ્યો હતો. કરીનાએ તેમના નાના પુત્રનું નામ જેહ (Jeh) રાખ્યું છે. કરીનાએ ચાહકોને હજી જેહની ઝલક બતાવી ન હતી. તેમણે કેટલીક તસ્વીરો શેર કરી છે પરંતુ તેમાં નાના પુત્રનો ચહેરો દેખાતો નહોતો. પરંતુ હવે તેમની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

કરીના કપૂરની એક બાળક સાથે તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં તે કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે. ફેન પેજ કહી રહ્યા છે કે આ કરીનાનો નાનો પુત્ર જેહ છે. જોકે કરીનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જેહ સાથે કોઈ તસ્વીર શેર કરી નથી. અમે આ ફોટામાં કરીના સાથે જેહના હોવાની પુષ્ટિ નથી કરતા.

 

અહીં જુઓ કરીના કપૂરના બંને પુત્રો સાથે વાયરલ તસ્વીરો

 

 

 

કરીનાના ફેન પેજે બે ફોટો શેર કર્યા છે, જેમાં એક્ટ્રેસ તેમના બે પુત્રો સાથે જોવા મળી રહી છે. પહેલા ફોટામાં કરીના તેમના નાના દીકરાને કિસ કરતી જોવા મળી રહી છે, જ્યારે બીજામાં તે તૈમૂરને ખોળામાં લઈને બેસી છે અને એક પુસ્તક પકડ્યું છે.

 

કરીનાની બાળકો સાથે તસ્વીર ચાહકોને ખૂબ જ ગમે છે. તેઓ કમેન્ટ કરીને પોતાનો ઘણો પ્રેમ આપી રહ્યા છે. એક ચાહકે કમેન્ટ કરી – બંને બાળકો ખૂબ જ સુંદર છે. બીજી બાજુ, બીજા એક ચાહકે લખ્યું – વિશ્વની સૌથી ક્યૂટ વસ્તુઓ.

 

રણધીર કપૂરે નામની પુષ્ટિ કરી

થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે કરીના કપૂર તૈમૂરના નાના ભાઈનું નામ રાખવાની વિચારણા કરી રહી છે. અહેવાલો અનુસાર, તેમણે પુત્રનું નામ જેહ રાખ્યું હતું. કરીનાના પુત્રના નામ અંગેના સમાચાર આવ્યા પછી, રણધીર કપૂરે પુષ્ટિ કરી કે તેમણે બાળકનું નામ જેહ રાખ્યું છે. થોડા સમય પહેલા આ નામ ફાઈનલ કરી દીધુ હતું.

 

તમને જણાવી દઈએ કે કરીના અને સૈફે તેમના નાના પુત્રને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે તે જેહને સોશિયલ મીડિયા અને ફોટોગ્રાફરોથી દૂર રાખશે. આ વાત તેમણે પુત્રના જન્મ પહેલાં જ કહી દીધી હતી. કરીના ઈચ્છતી નહોતી કે મોટો દીકરો તૈમૂર જે રીતે ચર્ચામાં રહ્યો હતો, તેવી જ રીતે નાનો દીકરો પણ રહે.

 

આ પણ વાંચો: Net Worth: Shilpa Shetty બોલિવૂડમાં 14 વર્ષ બાદ કરવા જઇ રહી છે કમબેક, જાણો અભિનેત્રી કેટલા કરોડની છે માલીક