Kareena Kapoor Baby Boy Name: જાણવા મળ્યું સૈફ અને કરીનાના નાના પુત્રનું નામ, આ નામથી બોલાવવામાં આવશે તૈમૂરના ભાઈને

તૈમૂર અલી ખાન જે પ્રખ્યાત સ્ટાર કિડ છે, તેના નાના ભાઈનો ચહેરો જોવા માટે ચાહકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે કરીના અને સૈફે નાના દીકરાનું નામ રાખ્યું છે.

Kareena Kapoor Baby Boy Name: જાણવા મળ્યું સૈફ અને કરીનાના નાના પુત્રનું નામ, આ નામથી બોલાવવામાં આવશે તૈમૂરના ભાઈને
Taimur Ali Khan
| Edited By: | Updated on: Jul 09, 2021 | 4:26 PM

કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ના મોટા દીકરા તૈમૂર અલી ખાન (Taimur Ali khan)ના નામને લઈને ઘણા વિવાદ થયા હતા. આ વર્ષે તૈમૂરના નાના ભાઈનો જન્મ થયો હતો, જેનો ચહેરો ન તો ચાહકોને બતાવવામાં આવ્યો છે કે ન તો તેના નામ વિશે કોઈ માહિતી મળી હતી. જોકે, હવે એક રિપોર્ટ દ્વારા તૈમૂરના ભાઈનું નામ સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ કરીના અને સૈફ નાના પુત્રના નામ પર વિચારણા કરી રહ્યા છે, જોકે અત્યાર માટે પુત્રનું નામ જેહ (Jeh) રાખવામાં આવ્યું છે.

 

જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી કે સૈફ અને કરીનાએ આ નામ તેમના પુત્રનું રાખ્યું છે કે નહીં. આ સિવાય બીજું નામ પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર સૈફ તેના પિતાનું નામ નાના પુત્રને આપવા માંગે છે. રિપોર્ટસ મુજબ મંસૂર અલી ખાન પટૌડીના નામ પર નાના પુત્રનું નામ પણ મંસૂર રાખવા માંગે છે. હવે સૈફ અને કરીનાએ દીકરાનું નામ ફાઈનલ કર્યું છે તે આ બંને જ કહી શકે છે.

 

 

 

નથી બતાવ્યો નાના પુત્રનો ચહેરો

થોડા દિવસો પહેલા કરીનાએ નાના પુત્ર, તૈમૂર અને સૈફનો ફોટો શેર કર્યો હતો, પરંતુ તેમાં બાળકનો ચહેરો દેખાડ્યો ન હતો. નાના પુત્રના જન્મ પહેલા કરીના અને સૈફે નક્કી કર્યું હતું કે તેઓ નાના દીકરાને મીડિયા અને લાઈમલાઈટથી દૂર રાખશે. તેઓ નથી ઈચ્છતા કે તૈમૂરની જેમ નાનો પુત્રો પણ ચર્ચામાં રહે.

 

તમને જણાવી દઈએ કે જ્યારે પણ તૈમૂર તેના માતાપિતા સાથે બહાર આવતો હતો, ત્યારે ફોટોગ્રાફરો તેના ફોટા લેવાનું શરૂ કરતા હતા. તૈમૂર આનાથી ખૂબ જ નારાજ થતો અને ક્યારેક ફોટોગ્રાફરો પર પણ ગુસ્સો કરતો, પરંતુ હવે તેને ટેવ પડી ગઈ છે અને હવે તેને જોઈને હાય કે બાય પણ કહે છે.

 

દાદીએ કહ્યું હતું કે – કોઈ બીજાને મળી જશે પછી લાઈમલાઈટ

તૈમૂરને મળેલી લાઈમલાઈટ ઘણી બધી હેડલાઈન્સમાં હતી. આનાથી સૈફ અને કરીના પણ નારાજ થયા હતા. તે જ સમયે, દાદી શર્મિલા ટાગોરે (Sharmila Tagore) કહ્યું હતું કે અત્યારે તેને લાઈમલાઈટ મળી રહી છે અને તેને આની સમજ નથી, પરંતુ જ્યારે તે મોટો થશે અને પછી તેને આ બધું નહીં મળે તો ત્યારે તેને વધુ લાગશે. તે જ સમયે શર્મિલાએ એમ પણ કહ્યું હતું કે જ્યારે બીજા સ્ટારને બાળક થશે, ત્યારે તૈમૂરથી આ લાઈમલાઇટ તેના પર ચાલી જશે.

 

આ પણ વાંચો: ‘લંડનની આઝાદી મને ગમે છે’, નિવેદન આપીને ફસાઈ ગઈ સોનમ કપૂર: ટ્રોલર્સના નિશાના પર અભિનેત્રી