KAPIL SHARMAના ઘરે ગુંજી ઉઠી કિલકારી, પત્ની ગિન્નીએ આપ્યો દિકરાને જન્મ

જાણીતા કોમેડિયન કપિલ શર્મા ( KAPIL SHARMA) બીજી વાર પિતા બન્યો છે. કપિલની પત્ની ગિન્ની ચતરથએ(GINNI CHATRATH) દીકરાને જન્મ આપ્યો છે.

KAPIL SHARMAના ઘરે ગુંજી ઉઠી કિલકારી, પત્ની ગિન્નીએ આપ્યો દિકરાને જન્મ
કપિલ શર્મા બીજીવાર બન્યા પિતા, પત્નિ ગીન્નીએ આપ્યો દિકરાને જન્મ
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:35 PM

જાણીતા કોમેડિયન કપિલ શર્મા ( KAPIL SHARMA) બીજી વાર પિતા બન્યો છે. કપિલની પત્ની ગિન્ની ચતરથએ(GINNI CHATRATH) દીકરાને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી કપિલ શર્માએ સોશિયલ મીડિયા(SOCIAL MEDIA) દ્વારા આપી છે.
કપિલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નમસ્કાર આજ સવારે મારી પત્નીએ દીકરાને જન્મ આપ્યો છે. બધાના પ્રેમ અને આશીર્વાદ માટે આભાર.

કપિલના આ ટ્વિટ પર ફેન્સ અને સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કપિલે પુષ્ટિ કરી હતી કે ગિન્ની બીજી વખત પ્રેગ્નેન્ટ છે. એક યૂઝરે કપિલને પૂછ્યું હતું કે તે શોને કેમ ઓફ એર કરવા માંગે છે. તો કપિલે આની પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘કેમ કે મારે મારી પત્ની સાથે ઘરે સમય પસાર કરવો છે. અમે બીજી વાર માતાપિતા બનવા જઈ રહ્યા છીએ.

ભારતીએ જ્યારે શોને બંધ થવાના સમાચારો વિશે પૂછ્યું ત્યારે કહ્યું, “હા, આ શો ઓફએર થવા જઈ રહ્યો છે પરંતુ કાયમ માટે નહીં અમે નાનો બ્રેક લઇ રહ્યા છીએ..” અમે આ શોને મોટો બનાવવા માગીએ છીએ. જેના કારણે અમારે તેના પર વધુ કામ કરવા માંગીએ છીએ. તો આ સાથે જ કહ્યું હતું કે, કોઈ ઘરમાં નાનું મહેમાન પણ આવનારું છે તે પહેલા અમે કામ પૂરું કરવા માંગીએ છીએ જેથી ફરીથી એક ધમાકા સાથે પરત ફરી શકીએ.

ભારતીએ આ નિવેદન દ્વારા કપિલને પિતા બનવાનો ઈશારો પણ કર્યો હતો. બસ હવે આ વિરામમાં કપિલ તેના બંને બાળકોને પૂરો સમય આપશે. આ પહેલા લોકડાઉનમાં કપિલે તેની પુત્રી સાથે ઘણો સમય પસાર કર્યો હતો.

 

 

Published On - 4:31 pm, Mon, 1 February 21