કંગના રનૌત કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ સામે આવ્યા છે. કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરીને આ બાબતે જાણકારી આપી હતી. કંગનાએ લખ્યું હતું કે કેટલાક દિવસથી તેને તબિયત ઠીક ના હોવાનું અનુભવાઈ રહ્યું હતું, બાદમાં ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત હોવાની વાત સામે આવી છે.
Actor Kangana Ranaut says she has tested positive for COVID-19 pic.twitter.com/1hID9OKsU7
— ANI (@ANI) May 8, 2021
કંગના રાનાઉતે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “હું છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ થાક અને નબળાઇ અનુભવી રહી હતી. મારી આંખોમાં જલન પણ થતી હતી. હું હિમાચલ જતાં પહેલાં કોરોના ટેસ્ટ કરાવવા માંગતી હતી અને ગઈ કાલે ટેસ્ટ કરાવ્યો. તેનું પરિણામ આજે મને ખબર પડી કે હું કોરોના પોઝિટિવ છું. મેં મારી જાતને અલગ કરી છે, મને ખબર ન હતી કે વાયરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે. ”
ત્યાર બાદ કંગનાએ લખ્યું કે હવે મને ખબર પડી ગઈ છે. અને હું એને ખતમ કરી દઈશ, તમે લોકો પણ આ વાયરસને પોતાના પર હાવી ના થવા દેતા. જો આનાથી ડરી ગયા તો તમને વધુ ડરાવશે.
સમાચાર મળતાની સાથે કંગનાના ફેંસ તેની તબિયત માટે પ્રાર્થના અને જલ્દીથી સાજા થઇ જવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુ વિરુદ્ધ FIR, કોરોનાને લઈને આવી અફવા ફેલાવવાના આરોપો
આ પણ વાંચો: યુદ્ધ જહાજ INS વિક્રમાદિત્યમાં લાગી આગ, નૌકાદળે કહ્યું- બધા જવાનો સુરક્ષિત છે
Published On - 11:11 am, Sat, 8 May 21