
આજે તમને કંગના દ્વારા નકારવામાં આવેલી 5 મોટી ફિલ્મો જણાવીશું. આ ફિલ્મોએ બાદમાં બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી અને અનુષ્કા શર્મા-કરીના કપૂર ખાન જેવી હિરોઈનોની કિસ્મત ખોલી દીધી.

કંગનાએ ડર્ટી પિચ્ચર ફિલ્મ નકારી. કારણ કે તેને લાગ્યું કે આ પાત્ર તેના માટે યોગ્ય નથી. જોકે, બાદમાં આ ફિલ્મ વિદ્યા બાલન દ્વારા કરવામાં આવી હતી. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તેણે ડર્ટી પિચ્ચર કરી હોત તો પણ તે વિદ્યાની જેમ અભિનય કરી શકી ન હોત.

સલમાન ખાનની સુલતાન ઓફર પણ કંગનાને ગઈ હતી. કંગનાને લાગ્યું કે સલમાનની ફિલ્મમાં હિરોઇનનું પાત્ર નબળું જ હશે, જેના કારણે તેણે ફિલ્મનો ભાગ બનવાની ના પાડી દીધી હતી.

રાજકુમાર હિરાની ઇચ્છતા હતા કે કંગના ફિલ્મ સંજુની સ્ટારકાસ્ટ સાથે જોડાય પરંતુ તે થઈ શક્યું નહીં. કંગનાએ આ ફિલ્મ કેમ છોડી, તે આજ સુધી કોઈને ખબર નથી.

સલમાન ખાને તેની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઈજાનમાં રોલ કરવા માટે કંગનાને ઓફર કરી હતી. પરંતુ તેણે ના પાડી. કેમ કે તેણે સ્ક્રીનનો સમય ઓછો હોવાથી ફિલ્મ ઠુકરાવી દીધી હતી. કંગના ઇચ્છતી નહોતી કે તે થોડા સમય માટે સ્ક્રીન પર આવે અને ગાયબ થઇ જાય.

અભિનેત્રી કંગના રનૌતે વ્યસ્ત શિડ્યુલને કારણે અક્ષય કુમાર અભિનીત એરલિફ્ટને નકારી દીધી હતી.
Published On - 12:30 pm, Sat, 11 September 21