KANGANA RANAUT એ બ્રાન્ડના કોન્ટ્રાકટરને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું

ફિલ્મ એક્ટ્રેસ કંગના (KANGANA RANAUT) જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. કંગના રનૌત સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ કંગનાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

KANGANA RANAUT એ બ્રાન્ડના કોન્ટ્રાકટરને લઈને કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું
KANGANA RANAUT
| Edited By: | Updated on: Feb 07, 2021 | 7:46 AM

ફિલ્મ એક્ટ્રેસ કંગના (KANGANA RANAUT) જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહેતી તેટલી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. કંગના રનૌત સોશિયલ મીડિયામાં (SOCIAL MEDIA) પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ કંગનાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

કંગનાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ગોરા બનવાના ક્રીમની જાહેરાતમાં કામ નથી કરતી આ સાથે જ તે ફિલ્મોમાં આઇટમ નંબર પણ કરતી નથી. આ સિવાય હવે તમામ બ્રાન્ડ્સે તેની સાથેના કોન્ટ્રાકટ રદ કર્યા છે. કંગના ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ છે અને તે તેના કારણે નિવેદનોને લઈને ટ્રોલરના નિશાન પર પણ આવે છે.

કંગના રનૌતની ટ્વિટ કેટલીકવાર વિરોધીઓ માટે તકની જેમ કામ કરે છે. કંગનાએ એમ પણ કહ્યું હતું કે તે જે કંઈ પણ કમાય છે તે દાન કરે છે. કંગનાએ વધુમાં કહ્યું કે હવે તમામ બ્રાન્ડ્સે તેની સાથેનો કરાર રદ કરી દીધો છે. કંગનાએ ટ્વીટમાં કહ્યું હતું કે તે ગોરા બનાવતી ક્રીમને પ્રોત્સાહન આપતી નથી. તે આઇટમ નંબર અથવા કોઈ મોટી સુપરસ્ટાર મૂવીમાં નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે હવે બધી મોટી બ્રાન્ડ્સે તેમની સાથે કરાર રદ કર્યા છે. હવે જે તે કમાઈ છે દાન આપે છે.

તાજેતરમાં જ કંગના રનૌતએ આંતરરાષ્ટ્રીય પૉપ સિંગર રિહાનાને ખેડૂત આંદોલન પર ટ્વીટ કરવા માટે નિશાન બનાવ્યું હતું. કંગનાએ તેને મૂર્ખ કહી દીધી હતી. આ સિવાય કંગનાએ એમ પણ કહ્યું હતું કે રિહાના સુનિધિ ચૌહાણ અથવા નેહા કક્કર જેવી ગાયિકા છે. તેમાં કંઈ ખાસ નથી. ડાન્સ કરતી વખતે માત્ર અશ્લીલ વર્તન કરે છે, બીજું કંઇ નહીં.

Published On - 7:25 am, Sun, 7 February 21