KANGANA RANAUTએ તેના ભાઈ-બહેનને આપી આલીશાન ગિફ્ટ

બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કંગના રનૌત (KANGANA RANAUT) આજકાલ તેની ઘણી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે જલ્દી જ તેના ફેન્સ માટે ફિલ્મ લઈને આવશે. કંગના ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે.

KANGANA RANAUTએ તેના ભાઈ-બહેનને આપી આલીશાન ગિફ્ટ
કંગના રણૌતે તેના ભાઈ-બહેનને આપી આલીશાન ગિફ્ટ
| Edited By: | Updated on: Feb 02, 2021 | 4:55 PM

બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કંગના રનૌત (KANGANA RANAUT) આજકાલ તેની ઘણી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે જલ્દી જ તેના ફેન્સ માટે ફિલ્મ લઈને આવશે. કંગના ફિલ્મો સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. કંગના તેની બહેન રંગોલી ચંદેલ અને પરિવારને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. આ સાથે કંગના અને રંગોલી પણ એકબીજાની ખૂબ કાળજી લે છે.

કંગના રનૌત ફરી એકવાર રંગોલી ચાંદેલ અને પરિવાર માટે ચર્ચામાં આવી છે. ખરેખર કંગના રનૌત બહેન રંગોલી, ભાઈ અક્ષત અને બે કઝીનને ખૂબ જ ખાસ ગિફ્ટ આપી છે. કંગનાએ ચંદીગઢના શાનદાર લક્ઝરી ફ્લેટ્સ ખરીદીને તેઓએ આ ચાર ભેટો આપી છે. આ માહિતી ખુદ કંગનાએ આપી છે. કંગનાના નજીકના સૂત્રોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.

અભિનેત્રીની નજીકના એક સૂત્રના જણાવ્યા અનુસાર, ‘કંગના તેના ચાર ભાઈ-બહેનને બહુ જ પ્રેમ કરે છે. તે હંમેશા તેની સાથે ઉભી રહે છે. ચંદીગઢના પોશ વિસ્તારમાં કંગના રનૌત ફરી એકવાર તેના ભાઈ-બહેનોને લક્ઝરી ફ્લેટ આપીને પોતાનો પ્રેમ સાબિત કર્યો છે. તેઓએ એરપોર્ટની નજીકના વિસ્તારમાં આ ચાર ફ્લેટ ખરીદ્યા છે. જ્યાંથી સારા મોલ અને રેસ્ટોરન્ટ પણ ખૂબ નજીક છે ‘.

જો સૂત્રોની વાત માનીએ તો કંગનાએ ચાર ભાઈ-બહેનો માટે અલગથી ચાર ફ્લેટ ખરીદ્યા છે. અભિનેત્રીએ આ ચાર ફ્લેટ માટે ચાર કરોડ ખર્ચ કર્યા છે. ખુદ કંગનાએ પણ સોશિયલ મીડિયામાં આ વાતની પૃષ્ટિ કરી છે.