PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ

|

Jun 08, 2021 | 9:40 AM

PM મોદીએ સોમવારે એક મોટી જાહેરાત કરી હતી. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ અંગે કંગનાએ પણ પ્રતિક્રિયા આપી છે.

PM એ કરી ફ્રી વેક્સિનની ઘોષણા, તો Kangana Ranaut ને થઈ દેશની ચિંતા, જાણો શું કરી અપીલ
ફ્રી વેક્સિન પર કંગનાની સલાહ

Follow us on

ટ્વીટર પરથી કંગના રનૌતનું અકાઉન્ટ ડીલીટ થયા બાદ પંગા ગર્લના વિવાદ ઘટી ગયા છે. જી હા હવે ટે ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ રહે છે. અને તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપતી રહે છે. ચાલો તમને જણાવીએ કે કંગનાએ તાજેતરમાં દેશને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને થોડી સલાહ પણ આપી છે.

PM મોદીએ સોમવારે એક મોટી જાહેરાત કરી હતી. 18 વર્ષથી વધુ વયના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ અંગે બોલીવુડ અભિનેત્રી કંગના પાછળ રહી જાય એવું તો બને જ નહીં. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે આ ઘોષણા બાદ ઇન્સ્ટાગ્રામ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ જણાવ્યું હતું કે રસીકરણ બાદ લોકોએ તેમની ક્ષમતા અનુસાર પીએમ કેરેસ ફંડમાં દાન આપવું જોઈએ અને આવું કહેવા પાછળનું કારણ પણ તેણે સમજાવ્યું હતું.

કંગનાએ ઇન્સ્ટામાં સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે આજે કેન્દ્રએ વેક્સિન અભિયાનને રાજ્યો પાસેથી પાછું લઇ લીધું છે. આદરણીય પ્રધાનમંત્રીએ સૌને ફ્રી વેક્સિન આપવાની ઘોષણા કરી છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે આનાથી દેશ પર કેટલો ભાર પડશે? તમે આ નંબરનો અંદાજ પણ નહીં લગાવી શકો. ઇન્સ્ટાગ્રામ યુઝર સહિત હું તે દરેકને વિનંતી કરું છું કે જેઓ સક્ષમ છે તેઓ વેક્સિન બાદ પીએમ કેર્સ ફંડમાં 100, 200 અથવા 1000 રૂપિયા દાન કરો. કૃપા કરીને વિચારશીલ બનો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કંગનાની સલાહ

તમને જણાવી દઈએ કે, કંગના ઘણી વાર વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી રહે છે. ખુદ કંગનાને પણ કોવિડ -19 નો ફટકો પડ્યો હતો અને તેણે ઘરે જ સારવાલ લીધી હતી. બાદમાં કંગનાએ તેના અનુભવનો વિડીયો પણ શેર કર્યો હતો. કંગના ઘણી વાર તેના આકરા શબ્દોના કારણે ચર્ચામાં રહે છે. જો કે, ઘણી વખત તે ટ્રોલના નિશાન પર આવી જાય છે. તે જ સમયે તેની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ પર વિવાદો પણ થયા છે. આ કારણોસર તેનું ટ્વિટર એકાઉન્ટ પણ કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

યામી ગૌતમના ફોટા પર વિક્રાંત મેસીએ કોમેન્ટ કર્યા બાદ સોમવારે કંગના પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી હતી. વિક્રાંતની ટિપ્પણી પર કંગનાએ તેને ટ્રોલ કર્યો હતો. આ પછી લોકો ટ્વિટર પર કંગનાને ટ્રેન્ડ કરાવી રહ્યા છે. અને કંગનાના ફેન્સ પણ અભિનેત્રીના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: અમેરિકાએ 20 વર્ષ સુધી વિચાર કર્યા બાદ આ ખતરનાક રોગની દવાને આપી મંજૂરી, જાણો આ અસાધ્ય રોગ વિશે

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: જાણો કયા લોકો હવે માત્ર 28 દિવસ બાદ લઇ શકશે કોવિશિલ્ડનો બીજો ડોઝ

Next Article