જાન્હવી કપૂરે રેખાના આઇકોનિક સોંગ ‘ઈન આંખો કી મસ્તી’ પર કર્યો શાનદાર ડાન્સ, જુઓ Viral Video

|

May 03, 2022 | 3:09 PM

જાન્હવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર રેખાના આઇકોનિક ગીત પર તેના ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

જાન્હવી કપૂરે રેખાના આઇકોનિક સોંગ ‘ઈન આંખો કી મસ્તી’ પર કર્યો શાનદાર ડાન્સ, જુઓ Viral Video
Janhvi Kapoor (File Photo)

Follow us on

જાન્હવી કપૂર (Janhvi Kapoor) વર્તમાન જનરેશનની સૌથી પ્રિય અને લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણીનું અભિનય કૌશલ્ય હોય કે તેણીનો સુંદર દેખાવ, ચાહકો જાહન્વીની બધી જ બાબતો ખુબ પસંદ કરે છે. જ્યારે પણ તેણી સોશિયલ મીડિયા પર કોઈપણ ફોટોઝ અથવા વિડિઓઝ પોસ્ટ કરે છે ત્યારે તેઓ તેના પર અઢળક પ્રેમ વરસાવે છે. તાજેતરમાં, ‘રૂહી’ ફેમ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) હેન્ડલ પર એક ડાન્સ વિડીયો શેર કર્યો હતો. તેણીએ ‘ઈન આંખ કી મસ્તી’ પર રેખાના (Rekha Ganeshan) આઇકોનિક ડાન્સ મૂવ્સને સુંદર રીતે રિક્રિએટ કર્યા હતા.

હાલમાં, આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જાન્હવી કપૂર ફ્લોરલ અનારકલી સૂટ પહેરીને ફ્લોર પર બેઠી છે. અભિનેત્રી મેકઅપ વિના પણ સુંદર દેખાતી હતી અને પોનીટેલમાં તેના વાળ બાંધ્યા હતા.. તેણીની શાનદાર અભિવ્યક્તિઓ, તેણીના ડાન્સ મૂવ્સ અને તેણીનો ગ્રેસ, જાણે બધું જ પરફેક્ટ લાગતું હતું. આ વાયરલ વીડિયોમાં તેણીએ રેખાના આઇકોનિક ગીત ઇન આંખો કી મસ્તી પર ડાન્સ કર્યો હતો.

આ વિડીયો શેર કરતા જાન્હવીએ લખ્યું કે, “#Throwback 2 વર્ષ પહેલા, મારા પ્રથમ ડાન્સ પ્રયાસોમાંથી એક. આઈ મિસ ઇટ.. દરેકને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની શુભકામનાઓ! ભલે હું 2 દિવસ મોડી છું.”

જાહન્વી કપૂરની પિતરાઈ બહેન શનાયા કપૂર અને જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, કમેન્ટ સેક્શનમાં ગયા હતા. તેઓએ જાહન્વીના આ ડાન્સ માટે ઘણા હાર્ટ ઇમોજીસ પોસ્ટ કર્યા હતા.

જાહન્વીના વર્ક ફ્રન્ટ પર શું જોવા મળશે ??

જો કે, વર્ક ફ્રન્ટ પર, જાન્હવી કપૂર પાસે રસપ્રદ ફિલ્મો છે. તે આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મના ટીઝરે ઘણી હાઈપ બનાવી છે અને ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત, તેણી પાસે ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ પણ છે.

આ પણ વાંચો – તામિલનાડુ સરકારે કોમેડિયન એક્ટર વિવેકના નામ પર રોડનું કર્યું નામકરણ, અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી

Published On - 3:05 pm, Tue, 3 May 22

Next Article