Jagdeep Birthday Special: હિન્દી સિનેમાના દિગ્ગ્જ એક્ટર અને હાસ્ય કલાકાર જગદીપનો (Jagdeep) આજે જન્મદિવસ છે. સુરમા ભોપાલીનાં નામથી દર્શકોમાં એક આગવું નામ અને દિલમાં સ્થાન ધરાવનારા જગદીપ જીવ્યા ત્યાં સુધી તેમણે સુરમા ભોપાલીનાં પાત્રથી ખુબ ચાહના મેળવી હતી. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું અને પિતાના નિધન બાદ 1947માં દેશના ભાગલા થતા પરિવારમાં પૈસાની તંગી આવી ગઈ હતી અને ભરણપોષણ કરવા માટે પરિવાર સાથે મુંબઇ આવી ગયા હતા.
મધ્યપ્રદેશના દતિયામાં 29 માર્ચે જન્મેલા અભિનેતા જગદીપે ફિલ્મ ‘શોલે’ ના સુરમા ભોપાલીના પાત્રથી ઓળખ મેળવી હતી. બાળપણમાં જ જગદીપે પિતાને ગુમાવ્યા હતા. બાળકોને સ્કૂલે મોક્લવવા માટે જગદીપની માતાએ પૈસા બચાવવાનું શરૂ કરી દીધું હતું. માતાને મહેનત કરતા જોઈને જગદીપે સ્કૂલ છોડવાનો ફેંસલો કર્યો હતો.
જગદીપે 1951 માં બાળ કારકિર્દી તરીકે બીઆર ચોપરાની ફિલ્મ ‘અફસાના’થી કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘લૈલા મજનુ’ તરીકે કામ કર્યું.કોમેડીમાં તેની શરૂઆત બિમલ રોયની ફિલ્મ દો બીઘા’ થી કરી હતી.
જગદીપને ફિલ્મ ‘શોલે’ માં સુરમા ભોપાલીના પાત્રથી ઓળખ મળી. સુરમા ભોપાલીનું પાત્ર ભોપાલના વન અધિકારી નહારસિંહ પર આધારિત હતું. આ વન અધિકારીને બડાઈ મારવાની ટેવ હતી. આ કારણોસર લોકોએ તેનું નામ સુરમા રાખ્યું.
એક મીડિયા સાથેની વાતચીતમાં જગદીપે જણાવ્યું હતું કે, ફિલ્મ અફસાનામાં કામ કરવા માટે તેને 3 રૂપિયા મળ્યા હતા. આ બાદ તેને બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સાથે જ તેને એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવવાની શરૂઆત કરી હતી. જોત-જોતામાં જગદીપની ગણતરી બોલીવુડના મોટા કલાકારમાં થવા લાગી હતી.
જગદીપના નિધન પહેલાનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેના પુત્ર જાવેદ જાફરીએ વર્ષ 2018માં તેના પિતાના બર્થડે પર ટ્વીટર પર શેર કર્યો હતો. આ વિડીયોમાં જગદીપ તેના ફેન્સને મેસેજ આપી રહ્યો છે કે, ‘તમે લોકોએ મને શુભેચ્છા પાઠવી, સૌનો આભાર. ટ્વિટર પર વિશ કર્યું કે ફેસબુક પર કર્યું મેં જોયું અને સાંભળ્યું છે. તમારો ખુબ ખુબ આભાર. આ દુનિયાનમાં હસે કોણ છે? હું હસું છું જગદીપ છું. આવો હસતા-હસતા અને જાવ પણ હસતા-હસતા.
As my respected father #Jagdeep, is not on social media he sends a mesaage to thank all the loving fans who wished him on his birthday today pic.twitter.com/K4mEW3Xz30
— Jaaved Jaaferi (@jaavedjaaferi) March 29, 2018
તમને જણાવી દઇએ કે 29 માર્ચ 1939ના રોજ જન્મેલા સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી ઉર્ફે જગદીપે લગભગ 400 ફિલ્મોમાં એક્ટિંગ કરી હતી. તેમને રમેશ સિપ્પીની 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’થી વિશેષ ઓળખ મળી હતી. પ્રખ્યાત કોમેડી એક્ટર જગદીપ છેલ્લે 2012 માં આવેલી ફિલ્મ ગલી ગલ્લી ચોર હૈ માં જોવા મળ્યો હતો. શોલે ફિલ્મ સિવાય તેણે ખુની પંજા, હમ પંછી એક ડાલ કે, અંદાઝ અપના અપના, દો બીઘા જમીન, આર-પાર, ફૂલ ઔર કાંટે, કુરબાની, પુરાના મંદિર, કાલિ ઘાટ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
Published On - 12:37 pm, Mon, 29 March 21