Jackie Shroff એ સંભળાવી નાદાર થવાની કહાની, દેવું ચૂકવવા માટે વેચવું પડ્યું હતું પોતાનું ઘર

|

Jun 21, 2021 | 4:44 PM

જેકી શ્રોફે એમ પણ કહ્યું હતું કે નાણાકીય મુશ્કેલીઓનો પ્રભાવ તેમના બાળકો પર નથી પડવા દિધો. તેઓ કહે છે, 'મારા બાળકોને તે સમયે સમજણ ન હતી. તેઓ ખૂબ નાના હતા.

Jackie Shroff એ સંભળાવી નાદાર થવાની કહાની, દેવું ચૂકવવા માટે વેચવું પડ્યું હતું પોતાનું ઘર
Jackie Shroff

Follow us on

જેકી શ્રોફે નાદારી વિશે જણાવ્યું છે. જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે (Ayesha Shroff) ફિલ્મ ‘બૂમ’ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. જેકી શ્રોફ (Jackie Shroff ) અને તેમનો પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાયો હતો. જેકી શ્રોફની પત્ની આયેશા શ્રોફે બૂમ ફિલ્મનું નિર્માણ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર ખુબ જ ખરાબ રીતે પછડાઈ હતી. તેને કારણે જેકી શ્રોફને પોતાનું ઘર વેચવું પડ્યું હતું અને ડબલ મહેનત કરવી પડી હતી જેથી તે પોતાનું દેવું ચૂકવી શકે.

બૂમ ફિલ્મ 2003 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર (Gulshan Grover), પદ્મલક્ષ્મી, મધુ સપ્રે, ઝીનત અમાન (Zeenat Aman) અને કેટરીના કૈફ (Katrina Kaif) પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ પહેલા ટાઈગર શ્રોફ (Tiger Shroff) બુમ ફિલ્મનાં ફ્લોપ થયા બાદ ઘરની સ્થિતિ વિશે વાત કરી હતી. હવે જેકી શ્રોફે નાદારી થવા વિશે પાતની વાત રાખી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

તેમણે કહ્યું કે તેમણે દરેકના પૈસા પાછા આપી દીધા છે. આ અંગેનું વર્ણન કરતાં જેકી શ્રોફ કહે છે, ‘અમે જાણીએ છીએ કે અમે કંઈક નવું કરવાનો પ્રયાસ કર્યો હતો અને અમે તેમાં નિષ્ફળ રહ્યા. જો મારે તેના માટે ચૂકવવું પડે તો હું તૈયાર છું. મેં એટલી મહેનત કરી જેટલી હું કરી શકતો હતો. અમે દરેકના પૈસા પાછા આપી દિધા છે કે જેથી મારા કુટુંબનું નામ સુરક્ષિત રહે.

વ્યાપારમાં ઉપર નીચે થતું રહે છે. તે જરૂરી નથી કે આપણે હંમેશાં ઉપર જ રહેશું, કેટલીક વખત ઉપર, ક્યારેક નીચે, થતું રહે છે. તેમ છતાં તમને આ ખબર હોવી જોઈએ કે કઈ પ્રકારે તમે તમારું સંતુલન બનાવી રાખશો.

જેકી શ્રોફે એમ પણ કહ્યું હતું કે નાણાકીય મુશ્કેલીઓનો પ્રભાવ તેમના બાળકો પર નથી પડવા દિધો. તેઓ કહે છે, ‘મારા બાળકોને તે સમયે તેની સમજણ ન હતી. તેઓ ખૂબ નાના હતા.’ ટાઇગર શ્રોફે જેકી શ્રોફને કહ્યું કે તેઓ તેમને તે ઘર ખરીદીને દેશે.

આ અંગે જેકી શ્રોફે કહ્યું, ‘મને મારા બંને બાળકો પર ગર્વ છે. બંને ખૂબ જ મજબુત છે. જોકે મારી પત્નીને તે ઘર નથી જોઈતું. તે કહે છે, જે ચાલ્યુ ગયુ છે તેને છોડી દો. જોકે મારા બાળકોનાં વિચારો સારા છે. તે તેમના પરિવાર અને મા ને ખુશ કરવા માંગે છે. જેકી શ્રોફ એક ફિલ્મ અભિનેતા છે, તેમણે ઘણી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમની ભૂમિકાઓને ખૂબ પસંદ કરવામાં આવી છે.

Published On - 4:42 pm, Mon, 21 June 21

Next Article