
તમને જણાવી દઈએ કે આયેશાની માતાને બંને પરિવારો વચ્ચેના તફાવતને લઈને સમસ્યા હતી. પરંતુ આયેશાએ ફાઈનલ કરી લીધું હતું કે તે જૈકી સાથે જ લગ્ન કરશે. આ પછી આયેશાએ જૈકી સાથે લગ્ન કર્યા અને તેની સાથે ચાલમાં રહેવા ચાલી ગઈ હતી.

જૈકી અને આયેશાએ 5 જૂન 1987ના લગ્ન કર્યા હતા. બંનેને 2 બાળકો ટાઇગર શ્રોફ અને કૃષ્ણા છે. આજે ભલે બંનેના લગ્નને આટલા વર્ષ થઇ ગયા હોય પરંતુ આજે પણ બંને એકબીજાને સપોર્ટ કરે છે. જૈકીની દરેક મુશ્કેલીમાં તે સાથ આપે છે.