It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની ‘સુપરસ્ટાર’

|

Nov 02, 2021 | 11:36 PM

રાનીએ કહ્યું, “શરવરીની પ્રતિભા જોવા લાયક છે. તે સ્ક્રીન પર અદભૂત દેખાય છે. તેણે તેની કળાથી મને આશ્ચર્યચકિત કરી દિધી. હું માનું છું કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શરવરી એક નિશ્ચિત કલાકાર છે અને તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે.

It’s Big :બંટી ઔર બબલી-2ની લીડ એક્ટ્રેસ શરવરી વાઘની ફેન થઈ રાની મુખર્જી, કહ્યું આવનારા સમયની સુપરસ્ટાર
Rani Mukerji

Follow us on

બંટી ઔર બબલી-2 (Bunty Aur Babli 2) ના ટ્રેલર સાથે લોકોની નજરમાં આવેલી અભિનેત્રી શરવરી વાઘ (Sharvari Wagh) માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. રાની મુખર્જી (Rani Mukerji) એ તેના વખાણ કરતા તેને આવનારા સમયની સુપરસ્ટાર ગણાવી છે.

બોલિવૂડ સ્ટાર રાની મુખર્જી ટૂંક સમયમાં સંપૂર્ણ રીબૂટેડ ફેમિલી એન્ટરટેઈનર, બંટી ઔર બબલી-2 માં વિમી ઉર્ફે બબલી તરીકે ફરીથી જોવા મળશે. આજકાલ તે નવી સુંદર અભિનેત્રી શરવરીના વખાણ કરતા થાકતી નથી. શરવરી ફિલ્મમાં નયી બબલીની ભૂમિકા ભજવી રહી છે. રાની કહે છે કે તેની ‘ટેલેન્ટ જોવા લાયક છે’ અને તે ‘સ્ક્રીન પર અદ્ભુત દેખાય છે’. રાની જેવી પ્રતિષ્ઠિત અભિનેત્રીની પ્રશંસા મેળવ્યા પછી, ઇન્ડસ્ટ્રીની તે ધારણા મજબુત થઈ ગઈ છે કે શરવરી આવનારા સમયની સ્ટાર છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શરવરીની ટેલેન્ટ ધમાકેદાર
રાનીએ કહ્યું, “શરવરીની પ્રતિભા જોવા લાયક છે. તે સ્ક્રીન પર અદભૂત દેખાય છે. તેણે તેની કળાથી મને આશ્ચર્યચકિત કરી દિધી. હું માનું છું કે તેનું ભવિષ્ય ઉજ્જવળ છે. શરવરી એક સારી કલાકાર છે અને તેણે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. જ્યારે તે શોટ આપી રહી હતી, ત્યારે તે સ્પષ્ટ દેખાતું હતું કારણ કે એક અભિનેત્રી તરીકે તેની કુશળતા ચમકી રહી હતી.

બંટી ઔર બબલી 2થી મળશે નવી ઓળખ
તેમણે કહ્યું, “ઇન્ડસ્ટ્રીમાં નવી પ્રતિભાઓને જોઈને સારુ લાગે છે કારણ કે તેઓ આવનારા સમયમાં આ ઇન્ડસ્ટ્રીને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવશે. શરવરી માટે બંટી ઔર બબલી 2 એક પરફેક્ટ લોન્ચપેડ છે. તે તેને હિન્દી ફિલ્મની હિરોઈન તરીકે મોટા પડદા પર રજૂ કરી રહી છે. સ્ક્રીન પર તેની હાજરી અદ્ભુત છે અને તે સ્ક્રીન પર ચમકી રહી છે.”

 

યશરાજ ફિલ્મ્સની બંટી ઔર બબલી 2 એક જબરદસ્ત કોમેડી ફિલ્મ છે, જે સમગ્ર વિશ્વમાં 19 નવેમ્બર, 2021ના રોજ રિલીઝ થઈ રહી છે. તેમાં અલગ-અલગ પેઢીના બે  આર્ટિસ્ટ જોડી, બંટી અને બબલી, એકબીજાની સામે આવે છે, જેઓ રુપ બદલવાની નિપુણતા સાથે એકબીજાને પછાડવાનો પ્રયાસ કરતા જોવા મળશે. ફિલ્મમાં રાની શરવરી સાથે સ્પર્ધા કરશે. આ મુકાબલો જોવા જેવો હશે.

રાનીને લાગે છે કે સ્ક્રીન પર તેની પ્રેઝન્સ અને એક્ટિંગ કરિશ્માની મદદથી શરવરી દર્શકોને મોહિત કરશે. તેઓ કહે છે, “તે બધાને આશ્ચર્યચકિત કરી દેશે અને આશા છે કે દર્શકો પણ તેને તેની મહેનત માટે ઘણો પ્રેમ અને સ્નેહ આપશે.”

આ પણ વાંચો :- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવ્યા બાદ હવે કંઈક એવું કર્યું, જાણીને થઈ જશો હેરાન !

આ પણ વાંચો :- Puneeth Rajkumar ની દાન કરાયેલ આંખોથી 4 દર્દીઓને થયો લાભ, અભિનેતાના ઉમદા કામથી ચાહકો થયા ભાવુક

 

Next Article