અર્જુન કપૂર (Arjun Kapoor) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) બાદ તેના પિતા અને પ્રોડ્યુસર બોની કપૂરની પુત્રીના બોલિવૂડમાં ડેબ્યૂના સમાચાર હાલમાં જ ચર્ચામાં છે. બોની કપૂર ટૂંક સમયમાં લવ રંજનની ફિલ્મ સાથે અભિનય ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂરના પિતાની ભૂમિકામાં જોવા મળશે. હવે સમાચાર આવી રહ્યા છે કે બોનીની મોટી દીકરી અંશુલા કપૂર (Anshula Kapoor) પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે. અંશુલા બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરની દીકરી છે અને શ્રીદેવીના મૃત્યુ પછી તે કપૂર પરિવારમાં ફરી સક્રિય થઈ ગઈ છે.
જાહ્નવી કપૂર પણ પોતાની બહેનના NGO પ્રોજેક્ટને સપોર્ટ કરી રહી છે. બોની કપૂરે તાજેતરમાં એક અંગ્રેજી અખબારને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે અંશુલા પણ હવે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરે. તાજેતરમાં, એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે બોનીની સૌથી નાની પુત્રી ખુશી કપૂર પણ ઝોયા અખ્તરની ફિલ્મ ‘આર્ચીઝ’થી ડેબ્યૂ કરી રહી છે.
જો કે, બોની પોતે પણ મોટા પડદા પર દેખાવા માટે તૈયાર છે અને તેની ઈચ્છા છે કે અંશુલા પણ એક્ટિંગમાં કરિયર બનાવે. જો આમ થશે તો આ કપૂર પરિવારના 5 સભ્યો એક્ટર્સ બની જશે. પરંતુ, અંશુલા આ માટે તૈયાર છે કે નહીં તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. જોકે તેનું આકસ્મિક વેઇટ લોસ તેના અભિનય ક્ષેત્રમાં આવવાના સંકેત આપી રહ્યું છે.
અંશુલા કપૂરે તાજેતરમાં ઘણું વજન ઘટાડ્યું છે, જેની કેટલીક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. વજન ઘટાડ્યા બાદ અંશુલા ખૂબ જ ફિટ અને સુંદર લાગી રહી હતી. તેણે તેની તસવીર સાથે કેપ્શન આપ્યું હતું, ”લોકોએ તેમના શરીરની પ્રશંસા કરવી જોઈએ. તમારો મેકઅપ ઉતારો, વાળ ભલે અસ્તવ્યસ્ત રાખો, એક શ્વાસ લો અને તમારી જાતને અરીસામાં જુઓ, કારણ કે હું તમને પસંદ કરું છું.”
જો કે, તેના નવા અવતાર પર ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી. ઘણા લોકોએ તેને અભિનેત્રી બનવાની સલાહ પણ આપી હતી. ઘણા લોકો તેને તેના ‘ફેટ ટુ ફીટ’ જર્ની માટે પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તે જ સમયે, બોની કપૂરે આ પુત્રીની પોસ્ટ સાથે હાર્ટ ઇમોજીઝ વડે રિએક્ટ કર્યું હતું.
હવે, બોનીએ જે રીતે અંશુલાના બોલિવૂડમાં ડેબ્યૂ વિશે સંકેત આપ્યો છે, તે જોઈને લોકોને લાગી રહ્યું છે કે, વધુ એક સ્ટાર કિડ હવે બોલીવુડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો