India’s Got Talent : કન્ટેસ્ટેંટ દિવ્યાંશ અને મનુરાજનું ખુલી ગયું ભાગ્ય, રણવીર સિંહની ફિલ્મ ‘સર્કસ’ના થીમ સોંગમાં થશે સામેલ

|

Mar 06, 2022 | 12:08 AM

રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસને લઈને દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મનું થીમ સોંગ બનાવવાની જવાબદારી રેપર અને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના જજ બાદશાહ સંભાળી રહ્યા છે.

India’s Got Talent :  કન્ટેસ્ટેંટ દિવ્યાંશ અને મનુરાજનું ખુલી ગયું ભાગ્ય, રણવીર સિંહની ફિલ્મ સર્કસના થીમ સોંગમાં થશે સામેલ
Contestants Divyansh and Manuraj

Follow us on

સોની ટીવીના (Sony Tv) ટેલેન્ટ રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ(India’s Got Talent) ના સ્પર્ધકો દિવ્યાંશ અને મનુરાજનુ નસીબ શો પૂરો થાય તે પહેલા જ ચમકી ગયુ છે. દર અઠવાડિયે શાનદાર એક્ટ સાથે, દિવ્યાંશ અને મનુરાજની જોડી તેમના જબરદસ્ત ટેલેન્ટથી દર્શકોનો ઘણો પ્રેમ મેળવી રહી છે. આજના એપિસોડમાં, રોહિત શેટ્ટીની હાજરીમાં, દિવ્યાંશ અને મનુરાજ ‘યે મેરા દિલ પ્યાર કા દીવાના’, ‘ગોલમાલ’ અને ‘આંખ મારે’ જેવા ગીતો પર બ્લોકબસ્ટર પર્ફોર્મન્સ આપતા જોવા મળ્યા હતા. જજ શિલ્પા શેટ્ટી, કિરણ ખેર, બાદશાહ, મનોજ મુન્તાશીર અને વિશેષ અતિથિ રોહિત શેટ્ટી તેમનું પરફોર્મન્સ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

રોહિત શેટ્ટીની ફિલ્મ માટે થીમ સોંગ

પોતાના જબરદસ્ત એક્ટ સાથે સ્ટેજ પર ધમાલ મચાવતા આ બંને કલાકારોને તેમના પરફોર્મન્સ દરમિયાન વચ્ચે જ ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના મંચ પર હાજર તમામ જજો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યુ. પરંતુ વાત આટલેથી અટકી ન હતી. આ દરમિયાન, IGTના સૌથી સીનિયર જજ કિરણ ખેરે દિવ્યાંશ અને મનુરાજને ગોલ્ડન બઝર આપ્યો અને તેમને આગલા રાઉન્ડમાં મોકલ્યા. દિવ્યાંશ અને મનુરાજના એક્ટથી પ્રભાવિત થઈને રોહિત શેટ્ટીએ આ સાંજને વધુ ખાસ બનાવી દીધી. જ્યારે તેમણે પોતાની આગામી ફીલ્મ ‘સર્કસ’ના થીમ સોંગ માટે આ બંનેને બાદશાહ સાથે સામેલ કર્યા.

બંનેના પર્ફોર્મન્સથી પ્રભાવિત થઈને જજ કિરન ખેરે કહ્યું, “તમે લોકોએ એટલું શાનદાર પર્ફોર્મન્સ આપ્યું કે હું તમને આ પર્ફોર્મન્સની શરૂઆતના 2 મિનિટ પછી જ ગોલ્ડન બઝર આપવા માંગતી હતી. હું ઉભી થઈને ડાન્સ કરવા માંગતી હતી. ત્યાં આવીને તમારી સાથે સામેલ થવા ઈચ્છા માંગતી હતી. આ ખૂબ જ શાનદાર હતું. હું તમને કહેવા માંગુ છું કે તમે ઘણા બધા પર્ફોર્મન્સ આપ્યા છે, પરંતુ તેમાંથી એક પણ ઓછું આંકી શકાય તેવું નથી. તમારું દરેક પર્ફોર્મન્સ તમારા અગાઉના પર્ફોર્મન્સ કરતા વધુ સારું હતું.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કિરણ ખેરે વધુમાં કહ્યું કે તમે એટલા અદ્ભુત છો કે હું તમને કહી શકતી નથી. અમે નસીબદાર છીએ કે અમે તમને જોઈ અને સાંભળી શક્યા છીએ.” જજ શિલ્પા શેટ્ટીએ પણ એમ કહીને આ જોડીની પ્રશંસા કરી હતી કે, તે “ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” ના પ્લેટફોર્મ પર બનેલી એક મેજીકલ ટીમ છે. તમને જણાવી દઈએ કે, રણવીર સિંહ રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં લીડ રોલમાં જોવા મળશે.

 

 

આ પણ વાંચો :  Bhabiji Ghar Par Hai: નવી અનીતા ભાભીની શોમાં ગ્રાન્ડ એન્ટ્રી, સ્માઈલથી ઉડ્યા તિવારીજીના હોશ

Published On - 11:57 pm, Sat, 5 March 22

Next Article