Indian Idol 12: કુમાર સાનુની વાતોમાં ફસાયા પવનદીપ રાજન, અરુણિતા વિશે બોલી ગયા આ વાત

પવનદીપ રાજન અને અરુણિતાની જોડી દરેકની પસંદ છે. રવિવારના એપિસોડમાં, પવનદીપે બધાની સામે અરુણિતા વિશે એક ખાસ વાત કહી છે. આ એપિસોડમાં કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિ જોવા મળ્યા હતા.

Indian Idol 12: કુમાર સાનુની વાતોમાં ફસાયા પવનદીપ રાજન, અરુણિતા વિશે બોલી ગયા આ વાત
Pawandeep rajan reveal that Arunita kanjilal is his special friend
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:35 AM

ઈન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) માં પવનદીપ રાજન (Pawandeep Rajan) અને અરુણિતા કાંજીલાલની (Arunita Kanjilal) જોડીને ઘણી પ્રસિદ્ધિ મળી છે. શોમાં બંનેની બોન્ડિંગ અને મિત્રતા ઘણી જોવા મળે છે. પ્રેક્ષકો પણ બંનેને સાથે ખૂબ જ પસંદ કરે છે અને બંનેને સાથે પ્રદર્શન કરતા જોવાનું પણ પસંદ કરે છે.

હવે રવિવારે કુમાર સાનુ (Kumar Sanu) અને કવિતા કૃષ્ણમૂર્તિ (kavita krishnamurthy) ફ્રેન્ડશીપ ડે એપિસોડ માટે આવ્યા હતા. કુમાર સાનુ અને કવિતાએ સાથે મળીને ઘણા હિટ ગીતો આપ્યા છે અને બંને ખૂબ સારા મિત્રો પણ છે. અને આ પ્રસંગે તમામ સ્પર્ધકોએ બંને માટે શાનદાર પરફોર્મન્સ આપ્યું.

પવનદીપનું શાનદાર પ્રદર્શન

પવનદીપે ‘તુમ મિલે દિલ ખેલે’ અને ‘તુ હી રે’ ગીતો ગાયા હતા. શોના ત્રણ જજ હિમેશ રેશમિયા, અનુ મલિક અને સોનુ કક્કર તેમજ કુમાર સાનુ અને કવિતાને પણ પવનદીપનું પ્રદર્શન ગમ્યું હતું. કવિતાએ તુ હી રે ગીત માટે પવનદીપની ખૂબ પ્રશંસા કરી.

પવનદીપ સાથે કુમાર સાનુની મસ્તી

પવનદીપના સોંગ પછી, કુમાર સાનુ તેને પૂછે છે કે તમારા કેટલા મિત્રો છે? પવનદીપ કહે છે કે મારા બધા મિત્રો છે. પછી કુમાર સાનુ પૂછે છે કે કોઈ ખાસ મિત્ર છે? જે પછી પવનદીપ કહે છે કે સર હું કહેવા માંગુ છું કે અરુણિતા મારી ખાસ મિત્ર છે.

પવનદીપે અરુણિતાનો ફ્રેન્ડશીપ બેન્ડ પહેરાવ્યો

આ પછી, કુમાર સાનુ પવનદીપને બોલાવે છે અને તેને ફ્રેન્ડશીપ બેન્ડ આપે છે અને તેને અરુણિતા પહેરવાનું કહે છે. પવનદીપ અરુણિતાને બેન્ડ પહેરાવે છે. આ દરમિયાન કુમાર સાનુએ બંને માટે લડકી બડી અંજાની હૈ ગીત ગાયું હતું.

બંનેએ ડાન્સ કર્યો

પવનદીપ અને અરુણિતા એક સાથે ડાન્સ પણ કર્યો હતો. બંનેને સાથે મળીને આ રીતે આનંદ માણતા જોઈને બધા તેમના માટે તાળીઓ વગાડી અભિવાદન પણ કરે છે.

કુમાર સાનુને બંનેની મિત્રતા ગમી

કુમાર સાનુ પછી કહે છે કે પવનદીપ મને ગમ્યું કે તારી મિત્ર અરુણિતા છે. તમને જણાવી દઈએ કે સાનુને અરુણિતા કુમાર ખૂબ સારી કલાકાર લાગે છે. તેમણે બધાની સામે એવું પણ કહ્યું હતું કે તે ઈચ્છે છે કે અરુણિતા આ સિઝનની ટ્રોફી જીતે. જો અરુણિતા શો જીતી જશે તો તે ખૂબ ખુશ થશે.

 

આ પણ વાંચો: Viral: કપિલ શર્મા અને ભારતીનું “બચપન કા પ્યાર” સોંગ સાંભળીને ભાગી ગઈ ફેન, જુઓ Video

આ પણ વાંચો: PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો