કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ

|

Apr 05, 2021 | 1:20 PM

કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ (Lata Mangeshkar) ચિંતા વ્યક્ત કરી છે.

કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ
લતા મંગેશકર

Follow us on

કોરોનાએ સમગ્ર દેશમાં ભરડો લીધો છે. સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરે મહારાષ્ટ્રની ચિંતા વધારી દીધી છે. કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લઈને રાજકારણીઓ અને સિતારાઓ પણ આવી રહ્યા છે. બોલીવુડના જાણીતા અને દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરએ (Lata Mangeshkar) ચિંતા વ્યક્ત કરી છે.

છેલ્લા ઘણા સમયથી લતા મંગેશકર (Lata Mangeshkar) ભલે સંગીતની દુનિયાથી દૂર હોય પરંતુ દર્શકોના દિલમાં તો જગ્યા આજે પણ કાયમ છે. લતા મંગેશકરે હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન લતા મંગેશકરે મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના વાયરસના કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. જાણીતા ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ માટે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આદિત્ય નારાયણ હાલમાં જ કોરોનાથી સંક્રમિત થયો છે. લતા મંગેશકરે કોરોના વાયરસ વિશે કહ્યું છે, ‘આ ખૂબ જ ખરાબ છે અને આ માટે આપણે જ દોષી છે. ઘણા લોકો દિશાનિર્દેશોનું પાલન કરી રહ્યાં નથી, માસ્ક પહેરી રહ્યા નથી, પાર્ટીઓમાં હાજરી આપી રહ્યા છે. સેંકડો મહેમાનો સાથે મોટા લગ્નનું આયોજન કરી રહ્યા છે. આપણે નિયમોના ધજાગરા ના ઉડાડવા જોઈએ પરંતુ તેનું પાલન કરવું જોઈએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આદિત્ય નારાયણ માટે ચિંતા વ્યક્ત કરતાં લતા મંગેશકરે વધુમાં કહ્યું કે, ‘ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય પણ કોરોનાથી સંક્રમિત છે. નાના બાળકો પણ સંવેદનશીલ છે. વાયરસ કેવી રીતે આપણા શરીરમાં આવે છે તે નિશ્ચિત નથી આઇસોલેશન એક માત્ર ઉપાય છે. આ સાથે જ પોતાનો ખ્યાલ કેવી રીતે રાખે છે તે વિષે પણ કહ્યું હતું

લતા મંગેશકરે વધુમાં કહ્યું કે, ‘મારા રૂમમાં ફક્ત મારા પરિવારના સભ્યોને જ આવવાની મંજૂરી છે. મને તે લોકો તરફથી મળવાનું યાદ છે જેઓ મારા માટે ખાસ છે. પરંતુ સુરક્ષા બધા કરતા વધુ મહત્વની છે. હું આ દેશના લોકોને આગ્રહ કરું છું કે જાહેરમાં માસ્ક પહેરવા, નિયમિત સ્વચ્છતા કરવા અને વહેલી તકે રસીકરણ કરાવવા વિનંતી કરું છું. આપણે આ વાયરસ સામે લડવું પડશે અને તેને હરાવવા પડશે. ‘

લતા મંગેશકરના આ નિવેદનની ઘણી ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ગાયક આદિત્ય નારાયણ અને તેની પત્ની શ્વેતા અગ્રવાલ કોરોનાથી સંક્રમિત થયા છે. આદિત્ય નારાયણે આ માહિતી તેમણે સોશિયલ મીડિયા પર આપી છે.

Published On - 1:18 pm, Mon, 5 April 21

Next Article