IIFA Awards 2023: અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ, અહીં જાણો વિજેતાઓની સંપૂર્ણ યાદી

|

May 28, 2023 | 9:58 AM

અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ 2 ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે જ રિતિક રોશનને વિક્રમ વેધા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમને જણાવીએ કે કઈ ફિલ્મ અને ક્યા સ્ટાર્સને કઈ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.

IIFA Awards 2023: અજય દેવગનની દ્રશ્યમ 2ને મળ્યો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ, અહીં જાણો વિજેતાઓની સંપૂર્ણ યાદી
IIFA Awards 2023

Follow us on

IIFA Awards 2023: ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ્સની 23મી આવૃત્તિનું અબુ ધાબીમાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સલમાન ખાનથી લઈને મોટા સ્ટાર્સે ભાગ લીધો હતો. તમામ પ્રદર્શન 26 મેના રોજ IIFA રોક્સ ઇવેન્ટ દરમિયાન કરવામાં આવ્યા હતા અને વિજેતાઓને 27 મેના રોજ ઓવોર્ડ આપવામાં આવ્યા હતા. આઈફામાં એક નામ જે સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું તે સલમાન ખાનનું હતું.

ક્યારેક સલમાન ખાન લગ્નના સવાલને લઈને તો ક્યારેક વિકી કૌશલના વીડિયોને લઈને હેડલાઈન્સમાં રહ્યો હતો. જોકે, આ ગ્લેમર નાઈટમાં પીઢ અભિનેતા કમલ હાસન, આર માધવન, સારા અલી ખાન, એઆર રહેમાન, જેકલીન ફર્નાન્ડીઝ, વરુણ ધવન, અનિલ કપૂર, વિકી કૌશલ, નોરા ફતેહી, અભિષેક બચ્ચન, મૌની રોય, દિયા મિર્ઝા, મનીષ સહિત અનેક ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી.

બીજી તરફ, જો આપણે વિજેતાઓની વાત કરીએ તો, અજય દેવગન અને તબુ સ્ટારર ફિલ્મ દૃષ્ટિમ 2 ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે જ રિતિક રોશનને વિક્રમ વેધા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આવો તમને જણાવીએ કે કઈ ફિલ્મ અને ક્યા સ્ટાર્સને કઈ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

અહીં સંપૂર્ણ લિસ્ટ જુઓ:

બેસ્ટ પિક્ચર – દ્રશ્યમ 2

બેસ્ટ ડાયરેક્ટર – આર માધવન, રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ

બેસ્ટ પરફોર્મેન્સ ઈન અ લીડિંગ રોલ મેલ– રિતિક રોશન, વિક્રમ વેધા

બેસ્ટ પરફોર્મેન્સ ઈન અ લીડિંગ રોલ ફિમેલ – આલિયા ભટ્ટ, ગંગુબાઈ કાઠિયાવાડી

બેસ્ટ સપોર્ટિંગ મેલ રોલ – અનિલ કપૂર, જુગજુગ જિયો

બેસ્ટ સપોર્ટિંગ ફિમેલ રોલ – મૌની રોય, બ્રહ્માસ્ત્ર

બેસ્ટ ડેબ્યુ મેલ – શાંતનુ મહેશ્વરી, ગંગુબાઈ કાઠિયાવાડી અને બાબિલ ખાન, કાલા

બેસ્ટ ડેબ્યુ ફીમેલ – ખુશાલી કુમાર, ધોકા: રાઉન્ડ ધ કોર્નર

બેસ્ટ પ્લેબેક સિંગર – અરિજિત સિંહને બ્રહ્માસ્ત્રના કેસરિયા ગીત માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલ – શ્રેયા ઘોષાલ, રસિયા, બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવ

બેસ્ટ મ્યુઝિક – પ્રીતમ ચક્રવર્તી, બ્રહ્માસ્ત્ર ભાગ વન: શિવ

બેસ્ટ લિરિક્સ – બ્રહ્માસ્ત્ર માટે અમિતાભ ભટ્ટાચાર્યને એવોર્ડ આપવામાં આવ્યો.

બેસ્ટ સ્ટોરી ઓરિજિનલ – જસમીત કે રીન અને પરવેઝ શેખ, ડાર્લિંગ્સ

બેસ્ટ સ્ટોરી – અમિલ કેયાન ખાન અને અભિષેક પાઠક, દ્રશ્યમ 2

આઉટસ્ટેડિંગ અચીવમેન્ટ ઈન રિજિનલ સિનેમાં – રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા, વેદ

આઉટસ્ટેડિંગ અચીવમેન્ટ ઈન ઈન્ડિયન સિનેમાં – કમલ હાસન

આઉટસ્ટેડિંગ અચીવમેન્ટ ફોર ફૈશન ઈન સિનેમાં– મનીષ મલ્હોત્રા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો