Hrithik Roshan Girlfriend : સબા આઝાદ વિષે જાણો, અજાણી વાતો અહીંયાં

આજે જાણો કોણ છે હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદ (Saba Azad), કે જેના વિડિયોઝ રાતોરાત વાયરલ થઈ રહ્યા છે. આ પ્રતિભાશાળી ગાયિકાએ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે? જાણો અહીંયાં

Hrithik Roshan Girlfriend : સબા આઝાદ વિષે જાણો, અજાણી વાતો અહીંયાં
Saba Azad & Hrithik Roshan (File Photo)
| Edited By: | Updated on: Apr 07, 2022 | 10:15 PM

બોલિવુડમાં આજકાલ ન્યુ કપલ એલર્ટ જોવા મળી રહી છે. જેમાં હૃતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ (Saba Azad) તથા અભિનેતાની ભુતપૂર્વ પત્ની સુઝેન ખાન અને અર્સલાન ગોની – તેમની સતત ચર્ચા થઈ રહી છે. ડિનર ડેટ (Dinner Date) સિવાય સબાની રિતિકના પરિવાર સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે. જેના પરથી એ સ્પષ્ટ હતું કે આ અભિનેત્રી માત્ર રિતિકના જીવનની જ નહીં પરંતુ તેના પરિવારની પણ નજીક હવે આવી ચૂકી છે.

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન અને એક્ટ્રેસ સબા આઝાદ વચ્ચે ડેટિંગના સમાચાર ઘણા સમયથી હેડલાઇન્સમાં છે. ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર બંનેને એકબીજા સાથે હાથમાં હાથ નાખીને ચાલતા જોઈને એ વાતની પુષ્ટિ થઈ હતી કે આ બંને સ્ટાર્સ અત્યારે એકબીજાને ડેટ કરી રહ્યા છે.

હૃતિક અને સબા આ પહેલા પણ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. ડિનર ડેટ સિવાય સબાની હૃતિકના પરિવાર સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે. અત્યારે દરેક વ્યક્તિ અભિનેતાની કથિત અભિનેત્રી વિષે જાણવા માંગે છે. આખરે કોણ છે સબા આઝાદ, જે હૃતિકના જીવનમાં ખાસ સ્થાન ધરાવે છે, ચાલો જાણીએ અહીયા….

  1. સબા આઝાદનું સાચું નામ સબા સિંહ ગ્રેવાલ છે. સબા થિયેટરના દિગ્ગજ કલાકાર સફદર હાશ્મીની ભત્રીજી છે. દિલ્હીમાં ઉછરેલી, સબાએ તેના કાકાના થિયેટર જૂથ જન નાટ્ય મંચ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં તેણે હબીબ તનવીર અને એમકે રૈના સાથે કામ કર્યું હતું.
  2. સબા તેની આંખોમાં કંઈક મોટું કરવાના સપના સાથે મુંબઈ ગઈ હતી. જ્યાં તેણે પૃથ્વી થિયેટરમાં મકરંદ દેશપાંડે દ્વારા નિર્દેશિત ‘ટુ મેન શો’માં કામ કર્યું. આ પછી સબાએ ઈશાન નય્યર દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ ‘ગુરુર’માં એક ખાસ પાત્ર ભજવ્યું હતું.
  3. સબા આઝાદે ઓડિસી, ક્લાસિકલ, બેલે, જાઝ, લેટિન તેમજ કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મ્સની તાલીમ લીધી છે. આ દરમિયાન સબાએ તેના મેન્ટર કિરણ સહગલ સાથે ઈંગ્લેન્ડ, કેનેડા અને નેપાળ સહિત ઘણા દેશોમાં શાનદાર પરફોર્મન્સ પણ આપ્યું છે.
  4. સબા આઝાદે 2008માં રાહુલ બોસ અને સોહા અલી ખાન અભિનીત ફિલ્મ ‘દિલ કબડ્ડી’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જેમાં તેણી સેકન્ડ લીડ રોલમાં જોવા મળી હતી.
  5. મુખ્ય અભિનેત્રી તરીકે તેની પ્રથમ ફિલ્મ 2011 માં ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’ હતી. જ્યાં તેની સાથે અભિનેતા સાકિબ સલીમ પણ હતો.

આ સિવાય અભિનેત્રી સબા આઝાદ ખૂબ જાણીતી બ્રાન્ડ્સ કેડબરી, વોડાફોન, પોન્ડ્સ, મેગી, કિટકેટ, ટાટા સ્કાય, ગૂગલ, સનસિલ્ક, નેસકેફે, એરટેલ, ક્લીન એન્ડ ક્લિયર, વેસ્ટસાઈડ અને અન્ય ટીવી કમર્શિયલ્સમાં પણ ચમકેલી છે.

અમે તમને જણાવી દઈએ કે, સબા માત્ર અભિનેત્રી જ નથી પણ એક સારી ગાયિકા પણ છે. 2012માં તેણે અભિનયની સાથે સંગીતમાં પણ મહારત મેળવી છે. સબા એક ઈલેક્ટ્રો ફંક સંગીતકાર છે. તે મુંબઈના બેન્ડ મેડબોયની ગાયિકા છે.

સબાએ 2012માં નસીરુદ્દીન શાહના પુત્ર ઈમાદ શાહ સાથે મળીને આ બેન્ડની રચના કરી હતી. તે અવારનવાર તેના સિંગિંગ પરફોર્મન્સને ઈન્સ્ટાગ્રામ પર શેયર કરે છે, જેના પર રિતિક રોશનની ટિપ્પણીઓ તાજેતરમાં ખૂબ ચર્ચામાં જોવા મળી હતી.

આ પણ વાંચો – હૃતિક રોશન અને સબા આઝાદે કરી તેમની રિલેશનશિપ ઓફિશિયલ, એકસ વાઈફ સુઝેને પણ…

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 6:28 am, Thu, 7 April 22