રિતિક રોશને પુત્રો રિહાન અને રિદાન સાથે લોસ એન્જલસમાં માણી રજાઓ, જુઓ વાયરલ ફોટોઝ

સોશિયલ મીડિયા પર રિતિક રોશનની (Hrithik Roshan) તેના બાળકો સાથે વેકેશનની એક તસવીર સામે આવી છે. ફિલ્મ નિર્માતા રિતેશ સિધવાનીએ એક તસવીર શેર કરી છે જેમાં તેનો પરિવાર અને રિતિકનો પરિવાર એકસાથે પોઝ આપતા જોવા મળે છે.

રિતિક રોશને પુત્રો રિહાન અને રિદાન સાથે લોસ એન્જલસમાં માણી રજાઓ, જુઓ વાયરલ ફોટોઝ
Hrithik Roshan (File Phtoto)
| Edited By: | Updated on: Apr 25, 2022 | 8:47 PM

અભિનેતા રિતિક રોશન (Hrithik Roshan) એ બોલિવૂડના (Bollywood) સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક છે. અભિનેતા તેની આગામી એક્શન-થ્રિલર ફિલ્મ ‘વિક્રમ વેધા’માં (Vikram Vedha) વ્યસ્ત છે. તાજેતરમાં તેના વ્યસ્ત જીવનમાંથી થોડો ક્વોલિટી ટાઈમ કાઢવામાં સફળ રહ્યો હતો અને તેના પુત્રો રિહાન અને રિદાન સાથે લોસ એન્જલસ જવા રવાના થયો હતો. બુધવારે, સોશિયલ મીડિયા પર રિતિકની તેના બાળકો સાથે વેકેશનની એક તસવીર સામે આવી છે. રિતિકના ચાહકો આ તસવીરો નિહાળીને ખૂબ ખુશ થયા છે. આજકાલ રિતિક રોશન તેની રિલેશનશીપને લઈને પણ ચર્ચામાં છે.

રિતેશ સિધવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી અને તેને કેપ્શન આપ્યું, “મળો #thegangofla with @dollysidhwani #girlinthegang #morefunlessdrama.” તેની પત્ની ડોલી સિધવાણીએ તેને તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કર્યું, જેમાં લોસ એન્જલસનું સ્ટીકર ઉમેર્યું છે. આ ફોટોગ્રાફમાં હૃતિકને ડાબી બાજુએ તેના નાના પુત્ર રિદાનની સાથે હતો, જ્યારે તેનો મોટો પુત્ર રિહાન તેના ભાઈની બાજુમાં ઉભો હતો. આ તસવીરમાં રિતેશ અને ડોલીના પુત્રો પણ જોવા મળ્યા હતા.

આ પ્રશંસકોએ પોસ્ટ પર પ્રેમ વરસાવતા લખ્યું છે કે, ‘આ એક શાનદાર ગેંગ છે, શાનદાર લોકો.’ બીજાએ ટિપ્પણી કરી, ‘લવલી..’ ત્રીજાએ લખ્યું, ‘સુખી કુટુંબ.’ આ ફોટો જોઈને અનેક લોકો તેના પુત્રને ‘જુનિયર રિતિક’ તરીકે ઓળખાવી રહ્યા છે. જ્યારે અન્ય એક યુઝરે પૂછ્યું કે, ‘સુઝેન ક્યાં છે ?’

અત્રે નોંધનીય છે કે, આ ફોટો અર્સલાન ગોનીએ પણ પસંદ કર્યો હતો, જે રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાનનો બોયફ્રેન્ડ છે. રિતિક રોશન અને સુઝેન ખાનના છૂટાછેડાને ભલે ઘણો લાંબો સમય થઈ ગયો હોય પરંતુ આ ભૂતપૂર્વ સ્ટાર કપલ હંમેશા એકબીજા સાથે સૌહાર્દપૂર્ણ રીતે વર્તતા જોવા મળ્યા છે. તાજેતરમાં, રિતિક, સુઝેન, અર્સલાન અને અભિનેતાની ગર્લફ્રેન્ડ સબા આઝાદ ગોવામાં એક સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. તેમની ગોવા પાર્ટીની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી.

રિતેશની વાત કરીએ તો, તે ફરહાન અખ્તર સાથે પ્રોડક્શન હાઉસ એક્સેલ એન્ટરટેઈનમેન્ટના સહ-સ્થાપક છે. રિતિકે છેલ્લે આ પ્રોડક્શન હાઉસ સાથે વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’માં ફરહાન અખ્તર , અભય દેઓલ, કેટરિના કૈફ અને કલ્કી કોચલીન અભિનીત પ્રોજેક્ટમાં કામ કર્યું હતું.

2019માં ‘વોર’ ફિલ્મમાં છેલ્લે જોવા મળેલો રિતિક હવે પછી ‘વિક્રમ વેધા’માં જોવા મળશે. આ ફિલ્મ, જેમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે પણ છે, તે આગામી તા. 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ સિવાય, રિતિક અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે ‘ફાઇટર’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ આગામી તા. 26 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.

આ પણ વાંચો – સેન્સર બોર્ડના અધ્યક્ષ અને ગીતકાર પ્રસૂન જોશીની માતા સુષ્મા જોશીનું થયું નિધન