હૃતિક રોશન અને સબા આઝાદે કરી તેમની રિલેશનશિપ ઓફિશિયલ, એકસ વાઈફ સુઝેને પણ…

બોલિવુડમાં આજકાલ ન્યુ કપલ એલર્ટ જોવા મળી રહી છે. જેમાં હૃતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ તથા તેની ભુતપૂર્વ પત્ની સુઝેન ખાન અને અર્સલાન ગોની - તેમની સતત ચર્ચા થઈ રહી છે.

હૃતિક રોશન અને સબા આઝાદે કરી તેમની રિલેશનશિપ ઓફિશિયલ, એકસ વાઈફ સુઝેને પણ...
Hrithik Roshan & Saba Azad (File Photo)
Image Credit source: instagram photo
| Updated on: Apr 06, 2022 | 11:39 PM

આજે બપોરે, હૃતિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદે (Saba Azad) મુંબઈ એરપોર્ટ પરથી એકબીજાના હાથમાં હાથ નાખીને બહાર નીકળતી વખતે તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા હતા. હવે હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન (Sussane Khan) તેના કથિત બોયફ્રેંડ અર્સલાન ગોની સાથે હાથમાં હાથ નાખીને મુંબઈ એરપોર્ટની બહાર જતી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, હૃતિક રોશનને અભિનેતા અને ગાયક સબા આઝાદમાં તેનો સાચો પ્રેમ મળ્યો છે. ડિસેમ્બર 2021માં, અભિનેતા અને ગાયિકા સબા મુંબઈના એક લોકપ્રિય કેફેમાંથી હાથ પકડીને બહાર નીકળ્યા હતા.

થોડા દિવસો પછી, સબા તેની મમ્મી અને પિતરાઈ ભાઈ સહિત ‘ડુગ્ગુ’ એટેલે કે બોયફ્રેંડ હૃતિક રોશનના પરિવાર સાથે રવિવારના ભોજનનો આનંદ માણતી જોવા મળી હતી. આજે આ સ્ટાર કપલ એકસાથે કારમાં અંદર ગયા, અને મુંબઈ એરપોર્ટથી હાથ પકડીને બહાર નીકળ્યા હતા.

આ વાયરલ વિડિયોમાં એક વાત સ્પષ્ટ જણાય છે કે, આ બંને એકબીજાની કંપનીનો આનંદ માણતા હતા. ડુગ્ગુના સબા સાથેના સંબંધની અફવાઓ ત્રણ મહિના પહેલા શરૂ થઈ હતી. જ્યારે તેની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાન પણ ટીવીના જાણીતા અભિનેતા અલી ગોનીના ભાઈ અર્સલાન ગોની સાથેના તેના કથિત સંબંધોને કારણે છેલ્લા 1 વર્ષથી સમાચારમાં છે.

શું બી-ટાઉનના આ સેલેબ્સે તેમના સંબંધોને ઓફિશિયલ કર્યા છે?

આ પૂર્વે પણ, જ્યારે દીપિકા અને રણવીર સિંઘે તેમના સંબંધોની પુષ્ટિ મુંબઈ એરપોર્ટ ખાતે કરી હતી, તેના પગલે ચાલીને આજે ડુગ્ગુ – સબા અને સુઝેન – અર્સલાન ગોનીએ પણ પોતાના સંબંધોને મુંબઇ એરપોર્ટ ખાતે પોતાની કથિત રિલેશનશિપને આજે ઓફિશિયલ બનાવી છે.

હૃતિકે 2000માં બેંગલુરુમાં એક ખાનગી સમારંભમાં સુઝેન ખાન સાથે લગ્ન કર્યા. તેઓએ અનુક્રમે 2006 અને 2008માં તેમના બે પુત્રોનું સ્વાગત કર્યું હતું, પરંતુ લગ્નના 13 વર્ષ પછી, હૃતિક અને સુઝેને અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ તેઓ આજે પણ નજીકના મિત્રો તરીકે સાથે જોવા મળે છે. તેઓ વારંવાર રજાઓનો આનંદ સાથે મનાવતા જોઈ શકાય છે.

તેમના છૂટાછેડા પછી, હૃતિક ત્રણ મહિના પહેલા સુધી કોઈની સાથે જોડાયો ન હતો, જ્યારે સુઝેન છેલ્લા વર્ષથી અર્સલાન સાથે જોડાયેલી હતી. જો કે, વિવિધ સૂત્રો એવો મજબૂત દાવો કરી રહ્યા છે કે, ડુગ્ગુ અને સબા આઝાદ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

આ પણ વાંચો – ડેટિંગની અફવાઓ વચ્ચે હૃતિક રોશનના પરિવાર સાથે જોવા મળી સબા આઝાદ ,જુઓ PHOTOS