KBC માં 1 કરોડ જીતનારને ખરેખર કેટલા રૂપિયા મળે છે? કેટલો કપાય છે ટેક્સ? જાણો

|

May 18, 2021 | 4:12 PM

તમને પણ ક્યારેક વિચાર આવ્યો હશે કે KBC માં એક કરોડ જીતનારા સ્પર્ધકોને કેટલી રકમ મળતી હશે? અને જીતની રકમનો કેટલો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડે છે?

KBC માં 1 કરોડ જીતનારને ખરેખર કેટલા રૂપિયા મળે છે? કેટલો કપાય છે ટેક્સ? જાણો
KBC (File Image)

Follow us on

ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ ઘણાં વર્ષોથી દર્શકોને ખુબ પસંદ શો રહ્યો છે. આ શોની 13 મી સીઝનનું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયું છે અને અમિતાભ બચ્ચન આમાં સવાલો પૂછી રહ્યા છે. લોકો કરોડપતિ બનવાના સ્વપનને સાકાર કરવા આ શોમાં ભાગ લેવા માટે ઉત્સાહિત છે. આ સાથે લોકોને ખુબ મનોરંજન પણ મળે છે. નોધપાત્ર છે કે આ શોમાં ઘણા લોકો ઘણા રૂપિયા જીતીને ગયા છે.

અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠેલા ઘણા સ્પર્ધકોએ સવાલોના સાચા જવાબ આપીને લાખો-કરોડોની જીત મેળવી છે. પરંતુ શું તમે જાણો છો કે એક કરોડ જીતનારા સ્પર્ધકોને ક્યારેય પૂરી રકમ મળતી નથી? કેમકે તેઓએ જીતની રકમનો મોટો હિસ્સો ટેક્સમાં ચૂકવવો પડે છે.

કૌન બનેગા કરોડપતિ દ્વારા જીતેલી રકમ પર ટેક્સ ભરવાની પણ જવાબદારી છે. આ જ કારણ છે કે 1 કરોડ જીત્યા પછી પણ વિજેતાને 1 કરોડ પુરા ન મળે. ખરેખર જીતેલી રકમ પર ટેક્સ ભરવો પડે છે. શો દરમિયાન જીત;ની રકમ સીધી ખાતામાં મોકલવામાં આવે છે, પરંતુ આ રકમમાંથી ટેક્સ કપૈજાય છે. જીતેલી રકમ પર 30 ટકા જંગી ટેક્સ વસૂલવામાં આવે છે. આ નિયમ ફક્ત 1 કરોડ રૂપિયા પર લાગુ થતો નથી, પરંતુ જો કોઈ સ્પર્ધક દસ હજાર રૂપિયા પણ જીતે છે, તો તેણે 30 ટકા TDS તરીકે ચૂકવવાના રહે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

માની લો કે કોઈ સ્પર્ધક 1 કરોડ રૂપિયાની રકમ જીતે છે, તો માત્ર એક કરોડ રૂપિયા ઇનામ રકમ તરીકે આપવામાં આવે છે. પરંતુ તેમને આ પૈસા ટીડીએસ બાદ કર્યા બાદ મળે છે. આવકવેરાની કલમ 194B મુજબ સ્પર્ધકે 30 ટકા ટેક્સ ભરવો પડશે. એટલે કે 1 કરોડ જીત પર 30 લાખ રૂપિયા કાપવામાં આવે છે. એટલું જ નહીં જીતેલી રકમ પરનો ટેક્સ ઉપરાંત 4 ટકા સેસ ટેક્સ ભરવો પડશે. મતલબ કે કુલ 31.20 ટકાનો ટેક્સ. 4 ટકા એટલે કે 1 લાખ 20 હજાર રૂપિયા. મતલબ કે એક કરોડ જીતનારા સ્પર્ધકોને ટેક્સ રૂપે 31 લાખ 20 હજાર રૂપિયા ટેક્સ પેટે ચુકવવા પડશે.

સરચાર્જ પણ ચૂકવવો પડશે

કોઈપણ રિયાલિટી શોથી જીતી રકમ સેક્શન 56 હેઠળ, Income from Other Sources (લોટરી, ટીવી શો) ની આવકમાં બતાવવામાં આવે છે. જો કોઈ કેબીસીમાંથી એક કરોડ જીતે છે, તો તેણે 30% ટેક્સ ભરવો પડશે. જો કોઈ કેબીસીથી 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધી જીતે છે, તો તેને 10% સરચાર્જ પણ ચૂકવવો પડશે. તે જ સમયે જો કોઈ એક કરોડથી વધુ રકમ જીતે છે, તો તેણે 15% સરચાર્જ ચૂકવવું પડશે.

કેટલી રકમ મળે છે?

તદનુસાર વિજેતા સ્પર્ધકોને નિયમ મુજબ આશરે 30% ટેક્સ + 4% શૈક્ષણિક સેસ + 10% સરચાર્જ + 4% સેસ ચૂકવવો પડે છે. તે પછી સ્પર્ધકો પાસે ચોખ્ખી રકમ બાકી રહે છે. આ પ્રમાણે, તમે દરેક રકમની ગણતરી જાતે કરી શકો છો. માની લો કે જો કોઈ વ્યક્તિ 10,000,000 રૂપિયા જીતે છે, તો તેણે ટેક્સ તરીકે 31 લાખ 20 હજાર રૂપિયા (31.20% ટેક્સ + સેસ) ચૂકવવા પડશે. આની ઉપર 10 ટકા સરચાર્જ + 4 ટકા સેસ પણ લાદવામાં આવશે.

 

આ પણ વાંચો: Viral: શું આયુષ ઉકાળો પીવાથી 3 દિવસમાં ઠીક થઇ જાય છે કોરોના દર્દી? જાણો શું છે સત્ય

આ પણ વાંચો: રસ્તા પરથી 10 થી વધુ રૂપિયા મળવાની જાણ સરકારને ના કરી તો થઇ શકે છે જેલ: જાણો અટપટા કાયદા

Published On - 4:12 pm, Tue, 18 May 21

Next Article