કોરોના કાળમાં પણ રણવીર સિંહે 9 બ્રાંડ સાથે ડીલ સાઈન કરી, જાણો કેટલી થઈ કમાણી

કોરોના વાઈરસની મહામારીની અસર બોલીવૂડમાં ખુબ વર્તાઈ રહી છે. પરંતુ આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ રણવીર સિંહની લોકપ્રિયતા ઓછી નથી થઇ. સમાચાર છે કે રણવીર સિંહની બ્રાન્ડ્સ વેલ્યુમાં સતત વધારો થઇ રહ્યો છે.

કોરોના કાળમાં પણ રણવીર સિંહે 9 બ્રાંડ સાથે ડીલ સાઈન કરી, જાણો કેટલી થઈ કમાણી
રણવીર સિંહ
| Edited By: | Updated on: Feb 06, 2021 | 2:49 PM

કોરોના વાઈરસની મહામારીની અસર બોલીવૂડમાં ખુબ વર્તાઈ રહી છે. પરંતુ આ મુશ્કેલી ભર્યા સમયમાં પણ રણવીર સિંહની લોકપ્રિયતા ઓછી નથી થઇ. સમાચાર છે કે રણવીર સિંહની બ્રાન્ડ્સ વેલ્યુમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમજ સમાચાર એ પણ છે કે કોરોનાના સમયગાળા દરમિયાન તેણે 9 બ્રાંડ માટે કોન્ટ્રાકટ કર્યો છે.

70 કરોડની ડિલ કરી સાઈન

ખાનગી સમાચાર કંપનીના અહેવાલ મુજબ રણવીર સિંઘ બ્રાન્ડ પ્રમોશન માટે 7 થી 12 કરોડ રૂપિયા લે છે. આ રીતે તેણે લગભગ 70 કરોડની કમાણી કરી છે. ઉપરાંત, તેમની બ્રાન્ડની કુલ સંખ્યા હવે વધીને 34 થઈ ગઈ છે. બ્રાંડમાં રણવીર સિંહની લોકપ્રિયતા અકબંધ છે અને લોકો તેના સ્ટાર મૂલ્યમાં વિશ્વાસ કરે છે.

રણવીર સિંહ મોટા પ્રોજેક્ટ્સ લઈને આવી રહ્યો છે

એક સૂત્રએ જણાવ્યું હતું કે, રણવીર સિંહ તેમની સુપરસ્ટાર છે. તેમની પાસે ’83’, ‘જયેશભાઇ જોરદાર’ અને ‘સર્કસ’ જેવી મોટી ફિલ્મો છે. ટૂંક સમયમાં જ બે મેગા-બજેટ ફિલ્મની પણ જાહેરાત થવા જઈ રહી છે. જે દરેકને આશ્ચર્યમાં મૂકાશે. રણવીર બધા મોટા દિગ્દર્શકોનો પ્રિય છે અને તેના અગાઉના રેકોર્ડને જોતા, તે ભીડને આકર્ષવા માટે ચોક્કસપણે સક્ષમ કલાકાર છે. ‘

સૂત્ર એ આગળ કહ્યું કે, “રણવીર સિંહ બ્રાન્ડ્સનો પ્રિય બની ગયો છે. તે એક યુવા સુપરસ્ટાર છે. બ્રાન્ડ્સ તેમની સાથે લાંબા સમયગાળાની ડીલ્સ કરે છે. રણવીરની ફિલ્મો જોતા જ લાગે છે કે સમય જતાં તેની લોકપ્રિયતા વધી રહી છે, તેથી તેમાં કોઈ શંકા નથી કે તે તેને નાનાથી મોટી બ્રાન્ડ્સ સુધી દરેક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માંગે છે.”