જુનિયર આર્ટિસ્ટથી કેવી રીતે બન્યા Jeetendra એક મોટા સ્ટાર, કરી 100 રૂપિયાથી લાખો સુધીની સફર

|

May 08, 2021 | 6:21 PM

સુપરસ્ટાર જીતેન્દ્ર એ હિન્દી સિનેમામાં પોતાનું મોટું નામ બનાવ્યું પરતું અહીંયા સુધીની સફર કરવી જરા પણ સહેલી ન હતી.

જુનિયર આર્ટિસ્ટથી કેવી રીતે બન્યા Jeetendra એક મોટા સ્ટાર, કરી 100 રૂપિયાથી લાખો સુધીની સફર
Jeetendra

Follow us on

બહુ ઓછા લોકો જાણે છે કે સુપરસ્ટાર જીતેન્દ્ર (Jeetendra) નું અસલી નામ રવિ કપૂર છે. જીતેન્દ્રએ તેમના જીવનના પ્રથમ 18 વર્ષ મુંબઇની એક ચાલીમાં ગાળ્યા હતા. તેમના પિતા અને કાકા ફિલ્મોમાં ઝવેરાતની સપ્લાય કરવાનું કામ કરતા હતા. જીતેન્દ્ર જ્યારે કોલેજમાં હતા ત્યારે તેમના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે ઘરની આર્થિક સ્થિતિ બગડવાની શરૂઆત થઈ હતી.

આવી સ્થિતિમાં જીતેન્દ્રએ તેમના કાકાને કહ્યું કે, તમે મને પ્રોડ્યુસર વી. શાંતારામ સાથે પરિચય કરાવો. જ્યારે જીતેન્દ્ર વી. શાંતારામને મળ્યા ત્યારે તેમણે કહ્યું, ‘તમે ભલે પ્રયત્ન કરી લો પણ હું તમને ફિલ્મોમાં કોઈ તક આપીશ નહીં’. થોડા દિવસ પછી, વી. શાંતારામને ત્યાથી જીતેન્દ્રને બોલાવામાં આવ્યા. જીતેન્દ્ર આ વાતથી ખુશ હતા કે, કદાચ તેમને કોઈ સારી ભૂમિકા મળશે પરંતુ પાછળથી ખબર પડી કે જે દિવસે કોઈ જુનિયર કલાકાર સેટ પર નહીં આવે, તે દિવસે તેમને કામ મળશે.

જીતેન્દ્ર પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, આને કારણે, મહિને 150 રૂપિયામાં, તેમણે આ કામ માટે હા પાડી. સેટ પર કામ કરતા કરતા એ દિવસોમાં જીતેન્દ્ર, વી. શાંતારામની નજરોમાં આવા લાગ્યા. વર્ષ 1963 માં આવેલી ફિલ્મ સેહરા પછી, જ્યારે વી. શાંતારામની પોતાની આગામી ફિલ્મની શરૂઆત થઈ ત્યારે તેમણે જીતેન્દ્રને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યા.

જીતેન્દ્ર આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે ફિલ્મ ‘સેહરા’ માટેની સ્ક્રીન ટેસ્ટમાં તેમણે 30 ટેક આપ્યા હતા, છતાં તે કોઈ સંવાદ બરાબર બોલી શક્યા નહીં, તેમ છતાં, તેમને આગામી ફિલ્મ માટે સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા. જો કે, જીતેન્દ્ર હિંમત હાર્યા નહીં અને તેમને એ સ્ક્રીન ટેસ્ટ આપ્યો જેમાં તેમની પસંદગી પણ કરવામાં આવી હતી અને તે ફિલ્મ હતી ‘ગીત ગાયા પત્થરો ને’.

વી. શાંતારામ જ તેમનું નામ રવિ કપૂરથી બદલીને જીતેન્દ્ર રાખ્યું હતું. તે જ સમયે, ફિલ્મ તો મળી ગઈ, પરંતુ શરૂઆતના 6 મહિના સુધી તેમને કોઈ પૈસા મળ્યા ન હતા અને 6 મહિના પછી તેમનો પગાર 150 રૂપિયાથી ઘટાડીને 100 રૂપિયા કરવામાં આવ્યો હતો.

જ્યારે જીતેન્દ્રએ આનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તમને ફિલ્મોમાં બ્રેક આપવામાં આવી રહ્યો છે, આ માટે તમને એટલો જ પગાર મળશે. જીતેન્દ્રએ પણ 100 રૂપિયા મહિનામાં આ ફિલ્મમાં કામ કર્યું હતું અને બાદમાં તે હિન્દી સિનેમાના ખૂબ મોટા સ્ટાર બની ગયા હતા.

Next Article