KGFનો પાર્ટ 1 જોયા વગર જ રવીનાને કેવી રીતે મળ્યો પાર્ટ 2માં રોલ?

KGF Chapter 2 ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહ્યું છે. KGFના પ્રથમ ભાગને ખુબ પ્રસંશા મળી હતી. દર્શકો દ્વારા તેને ખુબ વખાણવામાં આવ્યું હતું.

KGFનો પાર્ટ 1 જોયા વગર જ રવીનાને કેવી રીતે મળ્યો પાર્ટ 2માં રોલ?
કેવી રીતે રવીનાને મળ્યો રોલ
| Edited By: | Updated on: Jan 06, 2021 | 7:14 PM

KGF Chapter 2 ટૂંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહ્યું છે. KGFના પ્રથમ ભાગને ખુબ પ્રસંશા મળી હતી. દર્શકો દ્વારા તેને ખુબ વખાણવામાં આવ્યું હતું. થોડા દિવસોથી આ ફિલ્મનો બીજો ભાગ ખુબ ચર્ચામાં રહ્યો છે. પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં બોલીવૂડના પ્રખ્યાત ચહેરા રવીના ટંડન અને સંજય દત્ત જોવા મળશે. તાજેતરમાં રવીનાએ ફિલ્મના પાત્ર વિશે વાત કરતા જણાવ્યું હતું કે તેણે ભાગ 1 જોયા વગર જ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી, કેમ કે ફિલ્મની સ્ક્રીપ્ટ ખુબ જોરદાર હતી.

રવીના જોવા મળશે KGF 2માં

 

રવીનાએ કહ્યું કે “ફિલ્મની સ્ટોરીલાઈનથી હું ખુબ ઈમ્પ્રેસ થઈ હતી. ટીમ સાથે સતત વાતચીત થઈ રહી હતી. પ્રશાંતે મને સ્ક્રીપ્ટ સંભળાવી અને પહેલો પાર્ટ જોયા વગર જ ફિલ્મ કરવા માટે મેં હા કહી દીધી હતી. ત્યારબાદ પાર્ટ 1 જોયો ત્યારે હું ખુબ પ્રભાવિત થઈ ગઈ. મારા માટે આ ન્યૂ એજ સિનેમા અપ્રોચ હતો. જોકે મારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા ભાગથી વધુ બીજો ભાગ દર્શકોને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે અને મારો રોલ ઘણો રોમાંચક છે. તો હું ના કઈ રીતે કહી શકું.” KGF Chapter 2નું પહેલું ટીઝર 8 જાન્યુઆરીએ રિલીઝ થશે. જેની આતુરતાથી ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ટીઝર સવારે 10:18 વાગ્યે રિલીઝ થશે.

 

આ પણ વાંચો: Automation Sector: ઓટોમેશન ક્ષેત્રમાં તમારી કાર્યકુશળતા છે તો અહીં ક્લિક કરી નોકરી માટે કરો એપ્લાય

Published On - 7:13 pm, Wed, 6 January 21