હેમા માલિનીની પુત્રી Esha Deolએ માંગી ‘એક દુઆ’, જાણો ક્યારે રિલીઝ થશે અભિનેત્રીની કમબેક ફિલ્મ

|

Jul 19, 2021 | 9:48 PM

ઈશા છેલ્લે મોટા પડદે 2011માં ડ્રામા "ટેલ મી ઓ ખુદા"માં જોવા મળી હતી. આ ફિલ્મ પછી ઈશા તેમની પરિણીત જીવનમાં વ્યસ્ત છે, હવે અભિનેત્રીને બે પુત્રી છે.

હેમા માલિનીની પુત્રી Esha Deolએ માંગી એક દુઆ, જાણો ક્યારે રિલીઝ થશે અભિનેત્રીની કમબેક ફિલ્મ
Esha Deol

Follow us on

બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ (esha deol) ઘણા સમયથી પડદાથી દૂર છે, પરંતુ હવે ફરી એકવાર અભિનેત્રી ચાહકોની વચ્ચે ધમાલ મચાવવા તૈયાર છે. લાંબા સમય પછી ઈશા અભિનયની દુનિયામાં કમબેક કરવા જઈ રહી છે. ઈશાના ચાહકો આ સમાચાર જાણીને ખુશ થવાના છે. ઈશાએ તેના કમબેક પ્રોજેક્ટની પહેલી ઝલક પણ ચાહકોને બતાવી છે. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશા એક દુઆ (Ek Dua) ફિલ્મથી ચાહકો વચ્ચે પોતાની કમબેક કરવા જઈ રહી છે. અભિનેત્રીએ આ ફિલ્મનું પોસ્ટર પણ બહાર પાડ્યું છે.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઈશા દેઓલ કરી રહી છે વાપસી

ચાહકો માટે ખુશીની વાત છે કે ઈશા દેઓલ ફક્ત આ ફિલ્મની અભિનેત્રી નથી, પરંતુ તે તેની પ્રોડ્યૂસર પણ છે. હા, એક દુઆને ઈશા દેઓલે પ્રોડ્યૂસ કરી છે. તાજેતરમાં જ ફિલ્મના વિવેચક તરણ આદર્શે એક દુઆના ફર્સ્ટ લુક પોસ્ટરને શેર કરતી વખતે માહિતી આપી હતી કે ઈશા દેઓલ પ્રોડ્યૂસર બની ગઈ છે.

 

 

એક દુઆનું નિર્દેશન રામ કમલ મુખર્જીએ કર્યું છે. ઈશાની આ કમબેક ફિલ્મ 26 જુલાઈના રોજ વૂટ સિલેક્ટ પર રજૂ કરવામાં આવશે. તે જ સમયે નોંધનીય છે કે, ઈશા છેલ્લે મોટા પડદે 2011માં ડ્રામા “ટેલ મી ઓ ખુદા”માં જોવા મળી હતી. આ ફિલ્મ પછી ઈશા તેમની પરિણીત જીવનમાં વ્યસ્ત છે, હવે અભિનેત્રીને બે પુત્રી છે.

 

રુદ્રમાં પણ જોવા મળશે

તાજેતરમાં જ ઈશાએ માહિતી આપી હતી કે તે અજય દેવગણ સાથે રુદ્રમાં જોવા મળશે. ઈશા દેઓલે ખુદ ચાહકો સાથે આ માહિતી શેર કરી હતી. ઈશા દેઓલે તાજેતરમાં જ ટ્વીટ કરીને તેના ચાહકોને કહ્યું છે કે રુદ્ર મારી ડેબ્યૂ વેબસિરીઝ છે.

 

 

અભિનેતા અજય દેવગણની તેની ઓપોઝિટ છે, જે ઘણી ફિલ્મોમાં મારા સહ-કલાકાર રહી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ઈશા અને અજય સિવાય રાશી ખન્ના અને હેમંત ખેર પણ આ આગામી સિરીઝમાં જોવા મળશે. ઈશા પણ ટૂંક સમયમાં આ સિરીઝનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. પરંતુ હવે આ સિરીઝ પહેલા પણ ઈશા એક દુઆ દ્વારા ચાહકોને મળશે.

 

આ પણ વાંચો: ‘પૃથ્વીરાજ’માં અક્ષય કુમાર સાથે ફરી જોવા મળશે સોનુ સૂદ, શું સ્ક્રીન પર ચાલશે જાદુ ?

Next Article