Valentine’s Day પર દિલની ડીલ, આ દિવસે બને છે ભાડાનો બોયફ્રેન્ડ, જાણો કેટલી છોકરીઓને કરી ડેટ

|

Feb 06, 2021 | 4:14 PM

Valentine's Day ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 7 થી 14 ફેબ્રુઆરી સુધી યુવાનો વેલેન્ટાઈન વિક ઉજવાતા હોય છે.

Valentines Day પર દિલની ડીલ, આ દિવસે બને છે ભાડાનો બોયફ્રેન્ડ, જાણો કેટલી છોકરીઓને કરી ડેટ
શકુલ

Follow us on

Valentine’s Day ને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. 14 ફેબ્રુઆરીના રોજ આ દિવસને ઉજવવામાં આવે છે. આ ઉપરાંત 7 થી 14 ફેબ્રુઆરી સુધી યુવાનો વેલેન્ટાઈન વિક ઉજવાતા હોય છે. પરંતુ સિંગલ લોકો માટે આ દિવસ પણ અન્ય દિવસ જેવો હોય છે. ત્યારે એક વ્યક્તિ અનોખી રીતે આ દિવસ ઉજવાતો જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિ છેલ્લા ત્રણ વર્ષથી વેલેન્ટાઇન ડે (Valentine’s Day)પર ભાડાનો બોયફ્રેન્ડ બને છે. આ વ્યક્તિનું નામ છે શકુલ. એક ફેસબુક પેજ પર આ વ્યક્તિએ લખ્યું છે કે મારા જીવનમાં ક્યારેય કોઈ ગર્લફ્રેન્ડ નથી રહી. હું ફક્ત એકવાર જ વાર કોઈને હા પાડવા માંગું છું. મિત્રો ડેટ પર જતા ત્યારે મને દુખ થતું. પછી હું એકલો જ ડેટ પર નીકળી પડતો હતો. જો કે હવે ઘણું બધું બદલાઈ ગયું છે.

ગર્લફ્રેન્ડ બનાવવામાં નિર્બળ છે
શકુલનું કહેવું છે કે તે ગર્લફ્રેન્ડ બનાવવામાં નબળો છે. જ્યારે કપલને એકબીજાને પ્રપોઝ કરતા સંભાળે છે ત્યારે તે દુખી થઇ જાય છે. તેણે ઘણી છોકરીઓને પ્રપોઝ કર્યું છે, પરંતુ છોકરીઓએ તેને ફ્રેન્ડઝોન કરી દીધો હતો. આ પછી શકુલે એવી છોકરીઓ વિષે વિચાર્યું કે જે વેલેન્ટાઇન ડે પર એકલતા અનુભવતી હોય. અને કોઈ સાથી મેળવવા માંગતી હોય.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

એકલતા દુર કરવાનો અનોખો કીમિયો
શકુલ છેલ્લા 3 વર્ષથી ભાડા પર બોયફ્રેન્ડ બની રહ્યો છે. તે કહે છે કે છેલ્લા 3 વર્ષમાં તેણે 45 મહિલાઓને ડેટ કરી છે. જ્યારે પણ બે એકલતા અનુભવતા લોકો મળે છે, ત્યારે એકલતા ક્યાંક ખોવાઈ જાય છે. શકુલ કહે છે કે બંનેને મળીને આનદ થતો હોય છે. પછી ભલે થોડી ક્ષણો માટે જ હોય. તે કહે છે, ‘મને હમેશા સાથીનો અભાવ લાગે છે, પરંતુ હવે પહેલા જેટલું દુખ નથી થતું.’

Next Article