બોલિવૂડની આ એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડને લઈને કર્યો ખુલાસો, કહ્યું કે- FILM INDUSTRYમાં કોઈને કેમ ના કર્યું ડેટ

|

Jan 19, 2021 | 8:05 PM

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ(TAAPSEE PANNU) એક્ટ્રેસમાં શામેલ છે, જે બહેતરીન એક્ટિંગ માટે જાણીતી છે. તાપસી તેના દરેક રોલમાં અલગ જ અંદાજ નજરે આવે છે.

બોલિવૂડની આ એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડને લઈને કર્યો ખુલાસો, કહ્યું કે- FILM INDUSTRYમાં કોઈને કેમ ના કર્યું ડેટ

Follow us on

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ(TAAPSEE PANNU) એક્ટ્રેસમાં શામેલ છે, જે બહેતરીન એક્ટિંગ માટે જાણીતી છે. તાપસી તેના દરેક રોલમાં અલગ જ અંદાજ નજરે આવે છે. તાપસીનો આ અંદાજ તેની અંગત જિંદગીમાં પણ જોવા મળે છે. તાપસીએ હાલમાં જ તેની લવ લાઈફને(LOVE LIFE) લઈને ખુલાસા કર્યા હતા. તાપસીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં(FILM INDUSTRY ) કોઈને કેમ ડેટ કર્યું ના હતું. તાપસી ડેનમાર્કના બેડમિન્ટન ખેલાડી મૈથિયાસ બોઈને(MATHIAS BOE) ડેટ કરી રહી છે.

 

2015ના યુરોપિયન ગેમ્સમાં મૈથિયાસએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તાપસીએ તેના અંગત જીવન પર ખુલ્લેઆમ વાત કરી. મૈથિયાસને ડેટિંગ કરવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈને ડેટ કરવા માંગતી નથી કારણ કે હું મારી અંગત અને બિઝનેસ લાઈફને અલગ રાખવા માંગું છું. હું મૈથિયાસને સાથ આપું છું અને તે નજીક છે. લગ્નને લઈને તાપસીએ કહ્યું હતું કે, જો લગ્ન વિશે વિચારીશ તો વર્ષમાં 5થી 6 ફિલ્મને બદલે 2થી 3 ફિલ્મ જ કરીશ. ત્યારે તેની પાસે અંગત જિંદગી માટે સમય કાઢી શકીશ.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

 

તમને જણાવી દઈએ કે તાપસીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મૈથિયાસની વધુ તસવીરો શેર કરી નથી, પરંતુ મૈથિયાસ પોતાની લાગણીઓને વ્યક્ત કરવામાં ક્યારે પણ ચૂકતો નથી. મૈથિયાસ પણ તાપસીને તેના જન્મદિવસ પર અભિનંદન આપીને એક દિલચસ્પ પોસ્ટ કરી હતી. તાપસીના કરિયરની વાત કરવામાં આવે તો તેની ઘણી ફિલ્મ તૈયાર છે. રશ્મિ રોકેટ, શાબાશ મીઠ્ઠુ, લૂપ લપેટા અને હસીના દિલરુબા જેવી ફિલ્મ રિલીઝ થશે. તાપસીની છેલ્લે 2020માં ફિલ્મ ‘આયી થપ્પડ’ આવી હતી. જે ઘરેલુ હિંસા પર બનાવવામાં આવી હતી. આ ફિલ્મને લઈને તેના ઘણા વખાણ કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: માતાના પગલે જાહ્નવી બાદ KHUSHI KAPOOR પણ બોલિવુડમાં કરશે એન્ટ્રી? પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Next Article