HBD: Varun Dhawan ક્યારેક બનવા માંગતા હતાં રેસલર, સહાયક ડિરેક્ટરથી બની ગયા અભિનેતા

|

Apr 24, 2021 | 11:24 AM

બોલિવૂડ અભિનેતા વરુણ ધવન આજે 24 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.

1 / 8
બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન આજે 24 એપ્રિલે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

2 / 8
તેમની કારકિર્દીમાં અત્યાર સુધીમાં અનેક હિટ ફિલ્મો આપનાર વરુણ ધવન માત્ર તેમના અભિનય માટે જ નહીં પરંતુ તેમના જોરદાર ડાન્સ માટે પણ જાણીતા છે.

3 / 8
વરુણ ધવને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એકવાર રેસલર બનવા માંગતા હતા, પરંતુ અચાનક તેમનો ટ્રેન્ડ ફિલ્મો તરફ વળી ગયો, ત્યારબાદ તે ફિલ્મો તરફ વળ્યા.

4 / 8
વરુણ ધવને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂરો કર્યા પછી, વરુણ ધવને ફિલ્મોમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું અને કરણ જોહરની સાથે શાહરૂખ અને કાજોલ સ્ટારર ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

5 / 8
ફિલ્મ 'ઓક્ટોબર' ના શૂટિંગ દરમિયાન બનેલી એક ઘટનાને યાદ કરતાં તેમણે ખુલાસો કર્યો હતો કે ફિલ્મનું શૂટિંગ એક ફાઇવ સ્ટાર હોટલમાં થયું હતું, જ્યાં શૂટિંગ દરમિયાન વિદેશી પર્યટક તેમને સાચા હોટલ વર્કર તરીકે સમજી લીધા હતા અને તે રુમ સર્વિસને ઓર્ડર દઈને ચાલ્યા ગયા હતા, જેના પછી તેમણે તે પર્યટકનું તમામ કામ કર્યું, તે ભૂલીને કે તે એક સ્ટાર છે.

6 / 8
વરૂણ ધવને જણાવ્યું હતું કે તેમને નતાશાને પહેલી વાર ક્લાસ 6 માં જોયા હતા. જે પછી નતાશા અને વરુણ મિત્રો બની ગયા, 12 મા વર્ગ સુધી આ દંપતી એકબીજાના સારા મિત્રો હતા. જ્યારે વરૂણ ધવને આ દરમિયાન ઘણી વાર નતાશાને તેમના દિલની વાત કહી, પરંતુ તેમણે વરૂણને કદી હા પાડી નહીં, પણ પછી તેમણે વરૂણને હા પાડી અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ.

7 / 8
આપને જણાવી દઈએ કે વર્ષ 2012 માં તેમણે કરણ જોહરની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર' સાથે ફિલ્મોમાં પગ મૂક્યો હતો. આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે દેખાયા હતા.

8 / 8
આ પછી વરુણે 'મેં તેરા હીરો', 'હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા', 'બદ્રીનાથ કી દુલ્હનિયા', 'દિલવાલે', 'બદલાપુર', 'એબીસીડી 2', 'ઢિશૂમ', 'જુડવા 2', 'ઓક્ટોબર', 'સ્ટ્રીટ ડાન્સર 3 ડી', 'કલંક' અને 'કુલી નંબર 1' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને આ માટે તેમને ઘણી પ્રશંસા પણ મળી હતી.

Next Photo Gallery