હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ ઠાલવ્યું દુઃખ, કહ્યું બે કસુવાવડ પછી પુત્રનો જન્મ, વેઠી ઘણી વેદના

|

Aug 03, 2021 | 7:56 AM

તાજેતરમાં ગીતા બસરા (Geeta Basra) અને હરભજન સિંહ (Harbhajan Singh) બીજી વખત માતા-પિતા બન્યા છે. પરંતુ આ વિશે ગીતાએ એક દુખદ અનુભવ જણાવ્યો છે.

હરભજન સિંહની પત્ની ગીતા બસરાએ ઠાલવ્યું દુઃખ, કહ્યું બે કસુવાવડ પછી પુત્રનો જન્મ, વેઠી ઘણી વેદના
Harbhajan Singh's wife Geeta Basra says she had two miscarriages before giving birth to son Jovan

Follow us on

ગીતા બસરા (Geeta Basra) અને હરભજન સિંહ (Harbhajan Singh) બીજી વખત માતા-પિતા બન્યા છે. ગીતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. હરભજન સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પુત્રના જન્મની ખબર આપી હતી. હવે દીકરાના જન્મ પછી ગીતાએ પોતાનું દુઃખ જણાવ્યું છે. ગીતાએ કહ્યું કે તેને બે કસુવાવડ થયા હતા. તેણીએ તેની ગર્ભાવસ્થા વિશે ખુલીને વાત કરી છે.

ખાનગી સમાચાર સંસ્થા સાથેની ખાસ વાતચીતમાં ગીતાએ કહ્યું કે તેની પહેલી કસુવાવડ વર્ષ 2019 માં અને બીજી વર્ષ 2020 માં થઇ હતી. બંને વખત તેણીની કસુવાવડ પ્રથમ ત્રિમાસિકમાં થઇ હતી. હરભજન હંમેશા આ મુશ્કેલ સમયમાં ગીતા સાથે હતા. ગીતાએ કહ્યું કે જ્યારે આ પ્રથમ ત્રિમાસિકમાં થાય છે, ત્યારે માતાને અન્ય કરતા વધુ નુકસાન થાય છે.

મહિલાઓએ આશા ગુમાવવી જોઈએ નહીં

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ગીતાએ આગળ કહ્યું કે હું આજે આ વિશે વાત કરવા માંગુ છું. હું તે મહિલાઓને કહેવા માંગુ છું જે કસુવાવડ પછી ફરી માતા બનવાની આશા ગુમાવે છે. તેઓએ હાર ન માનવી જોઈએ અને મૌન રાખીને તેમની પીડા છુપાવવી પણ જોઈએ નહીં. હા, કસુવાવડ તમારા પર ઘણી અસર કરે છે અને તેમાંથી બહાર આવવામાં પણ ઘણો સમય લાગે છે. મારા કેટલાક મિત્રોની કસુવાવડ થઈ છે પણ આપણે તેને પાછળ છોડી આગળ વધવું જોઈએ.

છેલ્લા બે વર્ષ હતા પીડાદાયક

ગીતાએ કહ્યું કે છેલ્લા બે વર્ષ તેના માટે પીડાદાયક હતા. કસુવાવડ પછી મહિલાઓના હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, જેના કારણે આગળ સમસ્યાઓ આવે છે.

સાસરિયાના ઘરમાં રહેવા લાગી

ગીતાએ તેની બીજી કસુવાવડ બાદ પંજાબમાં તેના સાસરિયાઓ સાથે રહેવાનું શરૂ કર્યું. જ્યાં તેના પતિ હરભજન તેની સંભાળ લઈ રહ્યા હતા. ગીતાએ કહ્યું કે એક છોકરીને તેની આસપાસ સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. લગ્ન પહેલા પણ મેં વિચાર્યું હતું કે મારે એક નહીં પણ બે બાળકો જોઈએ છે. ભાઈ -બહેન વચ્ચેનો સંબંધ મજબૂત હોવો જોઈએ અને પ્રથમ બાળકને હંમેશા કંપની જોઈએ છે. મારી પુત્રી હિનાયા 5 વર્ષની છે. જો બધુ બરાબર હોત તો હિનાયાનો ભાઈ કે બહેન 3 વર્ષના હોત.

 

આ પણ વાંચો: Tokyo Olympics: રણદીપ હુડ્ડા સહીત અનેક સ્ટાર્સની ભારતીય મહિલા હોકી ટીમ ઉપર અભિનંદન વર્ષા

આ પણ વાંચો: Shilpa Shetty થઈ ગુસ્સે: રાજ કુંદ્રા કેસ બાબતે લખી લાંબી પોસ્ટ, કહ્યું- ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ

Next Article