Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન

બોલિવૂડ સ્ટાર્સ તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. પડદા પર ધૂમ મચાવનારા આ સ્ટાર્સની મિત્રતા વિશે ચર્ચા પણ ઘણી થાય છે. આજે અમે તમને તે બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવીશું જે એકબીજાના ખૂબ સારા મિત્રો છે.

Happy Friendship Day: અભિનયમાં જ નહીં પણ મિત્રતામાં પણ દરેક પર ભારે છે આ સ્ટાર્સ, મિત્રતામાં એકબીજા પર આપે છે જાન
Happy Friendship Day
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:42 PM

મિત્રો સાથે વિતાવેલી ક્ષણો લોકો ક્યારેય ભૂલતા નથી. એવું કહેવાય છે કે મિત્રતા એ એકમાત્ર સંબંધ છે જે વ્યક્તિ પોતે પસંદ કરે છે. મુશ્કેલ સમયમાં, ફક્ત એક જ મિત્ર છે જે સવાલ પૂછ્યા વગર મદદ માટે હાથ લંબાવે છે. ફાધર્સ ડેની જેમ જ મધર્સ ડે પણ ખાસ છે, એ જ રીતે ફેન્ડશિપ પણ ખાસ હોય છે. આજે એટલે કે 1 ઓગસ્ટના રોજ, દરેક મિત્ર આ ખાસ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેઓ એકબીજા સાથે ઉંડી મિત્રતા ધરાવે છે. ઘણી વખત ચાહકોમાં તેમની મિત્રતા અંગે ઘણી ચર્ચાઓ થતી હોય છે આ સ્ટાર્સ પણ ખુલ્લેઆમ તેમની મિત્રતા દરેકની સામે સ્વીકારે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કોણ છે આ સ્ટાર્સ-

 

વરુણ ધવન અને આલિયા ભટ્ટ

સ્ક્રીન પર વરુણ ધવન અને આલિયા ભટ્ટની જોડીને ચાહકો પસંદ કરે છે. ‘સ્ટુડન્ટ ઓફ ધ ઇયર’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર આ સ્ટાર્સ ઘણી ફિલ્મોમાં સાથે દેખાયા છે. આ બંને પડદા પાછળ ખૂબ નજીકના મિત્રો છે. વરુણે પણ ઘણી વખત કહ્યું છે કે આલિયા તેમની બેસ્ટ ફ્રેન્ડ છે.

રણવીર સિંહ અને અર્જુન કપૂર

રણવીર સિંહ અને અર્જુન કપૂરની મિત્રતા વિશે ચર્ચાઓ પણ થતી રહે છે. બંને સ્ટાર્સની મિત્રતા ઘણી ઉંડી છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર પણ એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે.બન્નેએ ફિલ્મ ગુંડેમાં સાથે કામ કર્યું હતું. તેઓ તેમની મિત્રતાને પ્રસિદ્ધ કરવામાં જરા પણ વિલંબ કરતા નથી.

શાહરુખ ખાન અને કાજોલ

શાહરુખ ખાન અને કાજોલ બોલીવુડના સૌથી ફેમસ જોડી ​​છે. આ બંનેની સાથેની દરેક ફિલ્મને ચાહકોએ હંમેશા પ્રેમ આપ્યો છે. પડદા પર ધૂમ મચાવનાર આ જોડી વાસ્તવિક જીવનમાં પણ અદભૂત છે. તમને જણાવી દઈએ કે બંને વાસ્તવિક જીવનમાં ખૂબ નજીકના મિત્રો છે. એટલું જ નહીં, તેઓ ઘણી વખત સાબિત કરી ચૂક્યા છે કે તેઓ કેટલા સારા મિત્રો છે.

અજય અને સલમાન ખાન

અજય દેવગન અને સલમાન ખાનની મિત્રતા અલગ છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ જ્યારે મિત્રતાની વાત આવે છે, ત્યારે આ બંને હંમેશા એકબીજા માટે પડખે ઉભા જોવા મળે છે. અજય અને સલમાને પોતે ઘણી વખત કહ્યું છે કે બંને ખૂબ સારા મિત્રો છે અને એકબીજા સાથે વાતો પણ શેર કરે છે.

 

આ પણ વાંચો :- અક્ષય કુમાર સાથે લગ્ન બાદ કેમ ટ્વિંકલ ખન્નાએ અભિનયને કહી દીધું બાય બાય? અભિનેત્રીએ જણાવ્યું કારણ

 

આ પણ વાંચો :- Taapsee Pannu Networth: કરોડોની સંપત્તિની માલિક છે તાપસી, જાણો કમાણી અને કાર કલેક્શન