Happy Birthday : જ્યારે Bhumi Pednekar આ પાત્રો માટે બદલી દિધો હતો પોતાનો લુક, અભિનયથી બધાને બનાવી દિધા હતા ફેન્સ

|

Jul 18, 2021 | 8:05 PM

વર્ષ 2015 માં ફિલ્મ દમ લગાકે હઈશા (Dum Laga Ke Haisha) માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ભૂમિને હજી વધારે સમય થયો નથી, પરંતુ તેમણે એકથી એક સારી ફિલ્મો આપી છે.

Happy Birthday : જ્યારે Bhumi Pednekar આ પાત્રો માટે બદલી દિધો હતો પોતાનો લુક, અભિનયથી બધાને બનાવી દિધા હતા ફેન્સ
Bhumi Pednekar

Follow us on

Happy Birthday : ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે, પરંતુ તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે અન્ય લોકોને કાસ્ટ કરતી વખતે તે પોતે ફિલ્મોમાં કાસ્ટ થઈ જશે. હકીકતમાં, અભિનય કારકીર્દિની શરૂઆત કરતા પહેલા, ભૂમિ યશરાજ ફિલ્મ્સમાં સહાયક કાસ્ટિંગ ડાયરેક્ટર હતી. તેઓ ફિલ્મ માટે કલાકારોને કાસ્ટ કરતી હતી. વર્ષ 2015 માં ફિલ્મ દમ લગાકે હઈશા (Dum Laga Ke Haisha) માં પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી ભૂમિને હજી વધારે સમય થયો નથી, પરંતુ તેમણે એકથી એક સારી ફિલ્મો આપી છે.

ભૂમિની ફિલ્મોની સૂચિ તમે જોશો તો તેમણે ખૂબ જ અલગ વિષયો પર બનેલી ફિલ્મોમાં કામ કર્યું છે. ભૂમિ દ્વારા ભજવેલા પાત્રો પણ ખૂબ રસપ્રદ રહ્યા છે અને મોટા ભાગે તેમણે ડી ગ્લૈમ પાત્રો ભજવ્યાં છે. આ પછી પણ પ્રેક્ષકો તેના માટે દિવાના છે. તો આજે અમે તમને ભૂમિના પાત્રો વિશે જણાવીએ છીએ જેમના માટે ભૂમિએ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તે પણ નોન ગ્લૈમરસ ટ્રાન્સફોર્મેશન.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

દમ લગાકે હઈશા (Dum Laga Ke Haisha)

દમ લગાકે હઇશામાં ભૂમિ પેડનેકરે વધુ વજનવાળી મહિલાની ભૂમિકા ભજવી હતી. ભૂમિએ તેમની પહેલી જ ફિલ્મમાં મોટું જોખમ લીધું હતું. સામાન્ય રીતે પહેલી ફિલ્મમાં અભિનેત્રીઓ ગ્લેમરસ રોલ કરે છે, પરંતુ ભૂમિએ તેના બદલે ડે ગ્લૈમ લુક પસંદ કર્યો. આ ભૂમિકા માટે ભૂમિએ 30 કિલોગ્રામ વજન વધાર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી અને ભૂમિના કામને બધાએ વખાણ્યું હતું. ફિલ્મમાં ભૂમિ સાથે આયુષ્માન ખુરના મુખ્ય ભૂમિકામાં હતા, જે તેમના પતિની ભૂમિકા નિભાવી રહા હતા.

ટોયલેટ: એક પ્રેમ કથા (Toilet: Ek Prem Katha)

આ પછી ભૂમિ અક્ષય કુમાર સાથે ટોઇલેટ એક પ્રેમ કથા ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મમાં ભૂમિએ એક એવી મહિલાની ભૂમિકા ભજવી હતી જે ભણેલી છે, પરંતુ તે ગામમાં રહેતી હતી. તેની ભાષા અને કપડાં પણ ગામમાં રહેતા લોકોની જેમ હતા. ટૂંકમાં તેઓ રુરલ અને સેમી અર્બન લુકમાં જોવા મળી હતી. આ દરમિયાન પણ તેમણે ડી ગ્લૈમ લુક પસંદ કર્યો. અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર હોવા છતાં ભૂમિએ તેની અભિનયથી દરેકનું ધ્યાન ખેંચ્યું.

સૌન ચિરૈયા

અભિષેક ચૌબેની ફિલ્મ સોન ચિરૈયામાં ભૂમિ પેડનેકરે ઠાકુરનું પાત્ર ભજવ્યું હતું, જે પોતાના પરિવારને છોડીને ભાગી જાય છે. ભૂમિએ ધુલ-મિટ્ટીમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મમાં ભૂમિના કામને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

લસ્ટ સ્ટોરીજ (Lust Stories)

ઝોયા અખ્તરની લસ્ટ સ્ટોરીજમાં ભૂમિ પેડનેકરે એક નોકરાનીની ભૂમિકા ભજવી હતી. ભૂમિએ ફિલ્મમાં ફાટેલા – જુના કપડાં પહેર્યા હતા અને તે પણ કોઈ મેકઅપ વિના. એટલું જ નહીં ભૂમિએ કપિલ શર્માના શોમાં કહ્યું હતું કે આ પાત્ર માટે તેમણે સાચીને તેમની બિલ્ડિંગના ઘરો પર કામ કર્યું હતું.

 

સાંડ કી આંખ (Saand Ki Aankh)

સાંડ કી આંખમાં ભૂમિએ વૃદ્ધ મહિલા શૂટર ચંદ્રો તોમરની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં ભૂમિનો મેકઅપ અને લુક એક વૃદ્ધ મહિલા જેવો હતો. ચહેરા પર કરચલીઓ, સફેદ વાળની ​​સાથે ફિલ્મમાં આખો સમય જોવા મળી હતી.

 

Next Article