Happy Birthday Sanjay Leela Bhansali: સંજય લીલા ભણસાલીની આ મૂવીઝ ગેમ ચેન્જર્સ સાબિત થઈ

|

Feb 24, 2021 | 2:43 PM

બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીનો આજે જન્મદિવસ છે. ભણસાલીનો જન્મ 24 ફેબ્રુઆરી 1964 ના રોજ મુંબઇમાં થયો હતો. આજે ભણસાલી 58 વર્ષના થઈ ગયા છે. સંજય એક મલ્ટિટાસ્કર છે, એક ફિલ્મ નિર્દેશક હોવા ઉપરાંત, તે નિર્માતા, સંગીત નિર્દેશક અને સ્ક્રીન લેખક પણ છે. ભણસાલીના જન્મદિવસ પર આજે અમે તમને તેમની પ્રખ્યાત ફિલ્મ્સ વિશે ચર્ચા કરશું.

1 / 5
 સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ તેમના માટે ગેમ ચેન્જર સાબિત થઈ હતી. સંજયની ક્ષમતા અને ફિલ્મ બનાવવાની તેમની પ્રતિભા આ ફિલ્મમાંથી બહાર આવી છે.

2 / 5
2002 માં ભણસાલીની ફિલ્મ દેવદાસ બહાર આવી. આ ફિલ્મ તે સમયની સૌથી મેહંગી ફિલ્મ હતી. આ ફિલ્મ બનાવવા માટે 50 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ સાથે જ ફિલ્મે 100 કરોડની કમાણી કરી હતી. સંજયની ફિલ્મે કુલ 5 રાષ્ટ્ર પુરસ્કારો જીત્યા અને 10 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.

3 / 5
ફિલ્મ 'ગોલિયોં કી રસલીલા રામ-લીલા' ના નામ પર ભારે હોબાળો મચી ગયો હતો. ભણસાલીની ફિલ્મનું શરૂઆતમાં નામ રામ-લીલા રાખવામાં આવ્યું હતું, જે કોર્ટના આદેશ બાદ બદલીને 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' કરવામાં આવ્યું હતું.

4 / 5
 સંજય લીલા ભણસાલીની બીજી સફળ અને અનોખી ફિલ્મ 'બાજીરાવ મસ્તાની' હતી. આને ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ કહે છે. આ ફિલ્મ 17 મી સદીના શાસક પેશ્વા બાજીરાવ બીજા પર બનાવવામાં આવી હતી.

5 / 5
 તાજેતરમાં બનેલી ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'માં પણ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ અંગે વિવાદો એટલા વધી ગયા હતા કે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવી પડી હતી. પરંતુ સંજય લીલા ભણસાલીએ હાર માની ન હતી અને આખરે આ ફિલ્મ માત્ર રિલીઝ થઈ નહીં પણ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર ધંધો પણ કર્યો હતો.

Next Photo Gallery