Happy Birthday Nawazuddin Siddiqui : પહેલી જાહેરાતથી 500 રૂપિયા મળ્યા હતા કંઈક આવી છે તેમની કહાની

|

May 19, 2021 | 1:45 PM

Happy Birthday Nawazuddin Siddiqui : બોલિવૂડમાં સફળતા એટલી સરળતાથી નથી મળતી. બૉલીવુડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જે ફક્ત તેમની એક્ટિંગ માટે જાણીતા છે.

Happy Birthday Nawazuddin Siddiqui : પહેલી જાહેરાતથી 500 રૂપિયા મળ્યા હતા કંઈક આવી છે તેમની કહાની
નવાઝુદ્દીન સિદ્દીકી

Follow us on

Happy Birthday Nawazuddin Siddiqui : બોલિવૂડમાં સફળતા એટલી સરળતાથી નથી મળતી. બૉલીવુડમાં કેટલાક એવા સ્ટાર્સ છે જે ફક્ત તેમની એક્ટિંગ માટે જાણીતા છે. નવાઝુદ્દીન સિદ્દીકી આ યાદીમાં ટોપ પર છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ તેની જિંદગીમાં સંઘર્ષ જ નથી કર્યો પરંતુ મોટા પડદા પર નામ પણ બનાવ્યું છે.

નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પોતાના અલગ રોલથી દર્શકોનું દિલ જીત્યું છે. તેના ફેન્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે. નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19 મે 1974 ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધના ગામમાં થયો હતો.

નવાઝુદ્દીનના ક્રેઝે તેમને પડદાનો એ યોદ્ધા બનાવ્યા જે હથિયારો વિના યુદ્ધમાં જીત મેળવે છે. નવાઝુદ્દીને તેની કારકીર્દિની શરૂઆત 19 વર્ષ પહેલા આમિર ખાનની ફિલ્મ ‘સરફોરોશ’ થી કરી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવાઝુદ્દીન સિદ્દીકી યુપીના મુઝફ્ફરનગરના બુધનાનો રહેવાસી છે. નવાઝના પિતા વ્યવસાયે ખેડૂત છે. તેના સંઘર્ષના દિવસોમાં નવાઝ નજીકના ગામમાં રહેતી અંજલી સાથે પ્રેમમાં પડ્યા અને ટૂંક સમયમાં જ બંનેના લગ્ન થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે નવાઝ ગામમાં કોઈ થિયેટર નહોતું. ફિલ્મ જોવા માટે તેમને 45 કિલોમીટર દૂર જવું પડતું હતું. બોલીવુડમાં આવતા પહેલા નવાઝુદ્દીને માત્ર પાંચ ફિલ્મો જોઈ હતી. આ સાથે તે અરીસાની સામે દરરોજ રિહર્સલ કરતો હતો.

1996 માં નવાઝુદ્દીન સિદ્દીકી પોતાનું ઘર છોડીને દિલ્હી આવ્યા અને અહીં આવીને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી અભિનયનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભિનયની તાલીમ લીધા પછી તેણે મુંબઈ જવાનું નક્કી કર્યું. ફિલ્મોમાં નાના રોલ માટે નવાઝુદ્દીન સિદ્દીકીને ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. તે સૌ પ્રથમ 1999 માં આમિર ખાનની ફિલ્મ સરફરોશમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું પાત્ર થોડી મિનિટોનું હતું.

આ બાદ નવાઝુદ્દીન સિદ્દીકી ઘણી ફિલ્મોમાં નાના રોલમાં નજર આવ્યા, પરંતુ ત્યાં સુધી તેમને જે સ્થાનની અપેક્ષા હતી તે મળી નહીં. દિગ્ગજ અભિનેતાના નસીબમાં વર્ષ 2012 માં વળાંક આવ્યો હતો. જ્યારે પ્રખ્યાત દિગ્દર્શક અનુરોગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’એ તેમને રાતોરાત કલાકાર બનાવી દીધો હતો. આ ફિલ્મમાં તેણે ફૈઝલ ખાનની ભૂમિકા ભજવી હતી, જે હજી પણ સિનેમા પ્રેમીઓને પસંદ છે.

‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મ બાદ નવાઝુદ્દીન સિદ્દીકી પાછળ ફરીને જોયું નહીં. આ ફિલ્મ પછી તેમણે બદલાપુર, માંઝી ધ માઉન્ટેન, ધ લંચ બોક્સ, રમણ રાઘવ 2, રઈસ, મન્ટો અને ઠાકરે સહિત ઘણી મહાન ફિલ્મોમાં કામ કર્યું છે અને બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. માત્ર ફિલ્મોમાં જ નહીં નવાઝુદ્દીન સિદ્દીકીએ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એક્ટિંગનો ઝલવો દેખાડી ચુક્યો છે.

‘સેક્રેડ ગેમ્સ’ હિન્દી સિનેમાની વેબ સિરીઝમાં ખૂબ ચર્ચામાં આવતી એક છે. આ વેબ સિરીઝથી નવાઝુદ્દીન સિદ્દીકીનું વ્યક્તિત્વ અભિનયની દુનિયામાં વધુ મજબુત બન્યું છે. 2018 માં આવેલી ‘સેક્રેડ ગેમ્સ’ એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ચર્ચાનો વિષય બની હતી. લોકો હજી પણ વેબ સિરીઝમાં નવાઝુદ્દીન સિદ્દીકીના પાત્ર ગણેશ ગાયતોંડેના વખાણ કરે છે. ‘સેક્રેડ ગેમ્સ’ સિવાય નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી વેબ સિરીઝમાં કામ કર્યું છે.

નવાઝુદ્દીન પહેલી વાર પેપ્સીની ઝુંબેશની જાહેરાત ‘સચિન અલા રે’ માં જોવા મળ્યો હતો. જેના માટે તેને 500 રૂપિયા આપવામાં આવ્યા હતા. બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા માટે નવાઝુદ્દીને લગભગ 12 વર્ષ સંઘર્ષ કરવો પડ્યો. ફિલ્મ ‘ન્યૂયોર્ક’માં નવાઝુદ્દીનની અભિનયથી ફિલ્મ નિર્દેશક કબીર બેદીનું દિલ જીતી ગયું. આ ફિલ્મ જોયા પછી કબીર નવાઝથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ‘બજરંગી ભાઈજાન’ માટે નવાઝુદ્દીને ભૂમિકાની ઓફર કરી હતી.

Published On - 10:14 am, Wed, 19 May 21

Next Article