Happy Birthday Aryan Khan : જુહી ચાવલાએ શાહરુખના લાડલાને અનોખા અંદાજમાં કર્યું બર્થડે વિશ, બાળપણની તસ્વીર શેર કરી લીધો આ સંકલ્પ

Aryan Khan Birthday: જુહી ચાવલાએ આર્યન ખાનને તેના જન્મદિવસની અનોખી રીતે શુભેચ્છા પાઠવી છે. જૂહીએ આર્યનના આ ખાસ દિવસે 500 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે. આ સાથે જૂહીએ આર્યન અને બાળકોની એક અનોખી તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

Happy Birthday Aryan Khan : જુહી ચાવલાએ શાહરુખના લાડલાને અનોખા અંદાજમાં કર્યું બર્થડે વિશ, બાળપણની તસ્વીર શેર કરી લીધો આ સંકલ્પ
Aryan Khan Birthday
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:00 AM

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનના(Shahrukh khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) માટે છેલ્લા કેટલાક દિવસો બિલકુલ સરળ ન હતા. આર્યન ખાન હાલ દિવસોમાં મુંબઈ ડ્રગ્સ કેસમાં ફસાયેલો છે. આ કારણોસર તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું. પરંતુ હવે આર્યન જેલની બહાર છે. જૂહી ચાવલા આર્યન ખાનની જામીન બની હતી. આર્યન ખાન માટે આજનો દિવસે ખાસ છે.આર્યન ખાન આજે તેનો 24મોં બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. આર્યન ખાન તેનો બર્થડે પરિવાર સાથે જ સેલિબ્રેટ કરશે.

આર્યન ખાનને આ ખાસ દિવસેપરિવાર અને મિત્રો તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે. જૂહી ચાવલાએ પણ આર્યન ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. એક્ટ્રેસે આર્યનની બાળપણની એક સુંદર તસવીર શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

જુહી ચાવલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર તસ્વીર શેર કરી છે. જે આર્યન ખાનના બાળપણના દિવસોની છે. આ તસવીરમાં આર્યન ખાન તેના મિત્રો સાથે ઉભો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તેની બહેન સુહાના પણ આર્યન સાથે જોવા મળી રહી છે, જે એકદમ નાનો છે. સોશિયલ મીડિયા પર ફેન્સને આ તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે.

જુહી ચાવલાએ આ તસવીર સાથે ક્યૂટ કેપ્શન આપ્યું છે, જેમાં તેણે કહ્યું છે કે તેણે આર્યન ખાનના જન્મદિવસ પર એક સંકલ્પ લીધો છે. જૂહી આર્યન ખાનના નામે 500 વૃક્ષો વાવવાની છે. અભિનેત્રીએ લખ્યું, ‘આજે ખાસ અવસર પર વ્યક્તિગત આલ્બમમાંથી બીજી ભેટ છે. હેપ્પી બર્થ ડે આર્યન. અમારી પ્રાર્થના હંમેશની જેમ તમારી સાથે છે.

સર્વશક્તિમાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તે તમારું રક્ષણ કરે અને માર્ગદર્શન આપે. લવ યુ. મેં તારા નામે 500 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે.’ જુહી ચાવલાની બર્થ ડે પણ 13 નવેમ્બરે આવે છે. એટલા માટે તેણે આ દિવસને વધુ ખાસ બનાવવા માટે આ નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, જુહી ચાવલા અને શાહરૂખ ખાનની મિત્રતા વર્ષો જૂની છે. બંને ઘણી ફિલ્મોમાં સાથે જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં જૂહી ચાવલા પણ શાહરૂખ ખાનના બાળકો સાથે એક સુંદર બોન્ડ શેર કરે છે. આર્યન જ્યારે જેલમાંથી બહાર આવ્યો ત્યારે જૂહી ચાવલાએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘હું ખુશ છું કે આ બધું પૂરું થઈ ગયું છે અને આર્યન ખાન બહુ જલ્દી ઘરે આવશે. મને લાગે છે કે તે દરેક માટે મોટી રાહત છે. હવે અમારું બાળક હવે ઘરે આવશે.

આ પણ વાંચો : Happy birthday Juhi Chawla : જુહી ચાવલાએ કેમ પરણિત વ્યક્તિ સાથે કર્યા લગ્ન ? વર્ષો પછી બતાવ્યું કારણ

આ પણ વાંચો : આર્યન ખાનના જન્મદિવસ પહેલા #HappyBirthdayAryanKhan થયુ ટ્રેન્ડ, યુઝર્સે કહ્યું ” હિંમત રાખ “