Gujarat Police Pride : ગુજરાત પોલીસના આ ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ પર બનશે ફિલ્મ

|

Mar 04, 2021 | 8:11 PM

Gujarat Police Pride : ગુજરાત પોલીસ ATSના ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલ પર ફિલ્મ બનશે.

Gujarat Police Pride : ગુજરાત પોલીસના આ ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ પર બનશે ફિલ્મ

Follow us on

Gujarat Police Pride : આપણે મૂવીમાં જોયું છે કે પોલીસની ભૂમિકામાં મોટેભાગે પુરુષ અભિનેતાને જ પસંદ કરવામાં આવે છે. પણ હવે પોલીસ અધિકારીની ભૂમિકામાં મહિલા પણ જોવા મળશે, એ પણ લીડ રોલમાં ! વાત છે ગુજરાત પોલીસ (Gujarat Police)ના ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ, જેમના પર ફિલ્મ બનવા જઈ રહી છે, જે ગુજરાત પોલીસ અને સમગ્ર રાજ્ય માટે ગર્વની વાત છે.

જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર્સ સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલ

ગુજરાત પોલીસની  ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર 
વર્ષ 2019માં ગુજરાત પોલીસની એન્ટિ ટેરેરીઝમ સ્કવોડે  (ATS)  રાજ્યના સૌથી ખૂંખાર ગુનેગારને  ઝડપી પાડવા એક મોટું અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન પાર પાડવામાં અને કુખ્યાત ગુનેગાર માં ગુજરાત પોલીસની ચાર જાંબાઝ મહિલા પોલીસ ઓફિસર સંતોક ઓડેદરા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા મલની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. ગુજરાત  ATSના DIG  હિમાંશુ શુક્લએ આ ચાર મહિલા પોલીસ અધિકારી પર સમગ્ર ઓપરેશનની જવાબદારી સોંપી હતી. આ ચાર મહિલા પોલીસ ઓફિસર્સ સાથે પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ અગ્રાવતની ભૂમિકામાં એક પુરુષ અભિનેતા પર જોવા મળશે. પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ અગ્રાવતે આ ઓપરેશન પાર પાડવામાં માર્ગદર્શન આપ્યું હતું. 

પોલીસ ઇન્સ્પેકટર જીગ્નેશ અગ્રાવત

ગુજરાત પોલીસમાં ભેદભાવ નિરાધાર 
ગુજરાત  ATSના DIG  હિમાંશુ શુક્લએ કહ્યું કે ખૂંખાર ગુનેગારને ઝડપી પાડવાં માટે આ ચાર મહિલા પોલીસ ઓફિસરે પાર પાડેલું સફળ ઓપરેશન સૌ કોઈને યાદ રહેશે. ગુજરાત પોલીસની આ જાંબાઝ મહિલા પોલીસ ઓફિસરોએ  ગુજરાત પોલીસમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેના ભેદભાવની ટીકા-ટિપ્પણીને નિરાધાર કરી દીધા છે. આ મહિલા ટીમ પર અમને ગર્વ છે અને એમની બહાદુરીને ફિલ્મમાં બતાવવામાં આવશે એ જાણીને આનંદ થઈ રહ્યો છે. 

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ટૂંક સમયમાં જ શરૂ થશે ફિલ્મનું શૂટિંગ 
આ ફિલ્મ માટે હાલ કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ છે. કાસ્ટિંગ પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર. મોહન (Ashish R Mohan) છે અને આ ફિલ્મની પટકથા (story) પ્રખ્યાત હિન્દી ફિલ્મ ‘પાન સિંઘ તોમર’ (Paan Singh Tomar) ના પટકથા લેખક સંજય ચૌહાણે લખી છે. આ ફિલ્મ Wakaoo Filmsના પ્રોડક્શનમાં તૈયાર થશે.

 

Next Article