‘Gadar’ ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ 'ગદર 2' (Gadar 2) નવેમ્બરથી ફ્લોર પર જવા માટે તૈયાર છે. જ્યાં છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મ વિશે ચર્ચા ચાલી રહી હતી. હવે આ ફિલ્મનું પ્રી -પ્રોડક્શન કામ પૂર્ણ થઈ ગયું છે.

Gadar ફિલ્મના ચાહકો માટે આવ્યા સારા સમાચાર, ટૂંક સમયમાં શરૂ થશે સિક્વલનું શૂટિંગ
Sunny Deol, Ameesha Patel
| Edited By: | Updated on: Sep 25, 2021 | 5:36 PM

સની દેઓલ (Sunny Deol) અને અમીષા પટેલ (Ameesha Patel) અભિનીત ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ જ્યારે 20 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. ત્યારે તેણે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી સફળતા મેળવી હતી. ત્યારથી ચાહકો આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે અને હવે આ ફિલ્મ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે.જે તેના ચાહકો માટે કોઈ સારા સમાચારથી ઓછા નથી.

ઉત્કર્ષ ફરી બનશે સનીનો પુત્ર રાજે

એક અહેવાલ મુજબ અનિલ શર્માએ આ ફિલ્મની વાર્તા પૂરી કરી લીધી છે. આ ફિલ્મમાં સની દેઓલ તારા સિંહની ભૂમિકામાં જોવા મળશે. અમીષા પટેલ સકીનાની ભૂમિકા ભજવશે. તો ઉત્કર્ષ શર્મા આ બેના પુત્ર ચરણજીત ઉર્ફે જીતેની ભૂમિકામાં જોવા મળશે. જ્યાં પહેલા ભાગમાં સની દેઓલ પાકિસ્તાનની ધરતી પર ગદર મચાવતા જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ તારા સિંહ એટલે કે સની દેઓલ પાકિસ્તાન જઈને કહેર મચાવશે, પરંતુ તેમનો આ ગુસ્સો ફુટશે તેમના પુત્ર માટે. અહેવાલો અનુસાર, ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પૂર્ણ થઈ ગયું છે અને ફિલ્મ નવેમ્બરમાં શરૂ થઈ શકે છે.

2001 માં આવેલા ગદરે બોક્સ ઓફિસ મચાવ્યો હતો તહેલકા

અનિલ શર્મા દ્વારા નિર્દેશિત 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ ના ગીતો, સંવાદો, વાર્તા દરેકને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મે ઘણા બોક્સ ઓફિસ રેકોર્ડ તોડ્યા હતા. તેમને જણાવી દઈએ કે આ ફિલ્મે તે સમયે 100 કરોડ કમાવ્યા હતા સાથે ધણા પુરસ્કારો પોતાના નામે કર્યા હતા.

2018 માં થઈ ચુક્યું છે ઉત્કર્ષ શર્માનું ડેબ્યુ

તમને જણાવી દઈએ કે વર્ષ 2018 માં જીનિયસથી ઉત્કર્ષે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. તાજેતરમાં, ઉત્કર્ષની જીમમાં કસરત કરતી ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેમનું આશ્ચર્યજનક બોડી ટ્રાંસફોર્મેશન લોકોમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. કહવામાં આવી રહ્યું છે કે આ ફિટનેસ તેમની ફિલ્મ ગદર 2 માટે જ છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ગદર 2 તેની કારકિર્દીનો ગ્રાફ એક સ્ટેપ ઉપર લઈ જશે. સારું, હવે ફિલ્મ વિશે સત્તાવાર જાહેરાત ક્યારે થાય છે તે જોવાનું રહેશે.

 

આ પણ વાંચો :- Salman Khan કઈ અભિનેત્રી સાથે કરવાના હતા લગ્ન, જાણો કોણ છે તે અભિનેત્રી

આ પણ વાંચો :- ‘શિદ્દત’માં Radhika Madan ભજવશે ગર્લફ્રેન્ડની ભૂમિકા, જાણો બીજું શું હશે ખાસ