Salman Khan ના ચાહકો માટે સારા સમાચાર, મહારાષ્ટ્રમાં રજૂ થઈ ‘રાધે’, જાણો પ્રથમ દિવસે કરી કેટલી કમાણી

રાધે વિશે વાત કરીએ તો ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડ્ડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળે છે.

Salman Khan ના ચાહકો માટે સારા સમાચાર, મહારાષ્ટ્રમાં રજૂ થઈ રાધે, જાણો પ્રથમ દિવસે કરી કેટલી કમાણી
Salman Khan, Disha Patani
| Edited By: | Updated on: Jun 13, 2021 | 1:50 PM

સલમાન ખાન (Salman Khan) ની ફિલ્મોને તેમના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય છે. આ વર્ષે ઈદ પર સલમાન ખાન ફિલ્મ રાધે (Radhe Your Most wanted Bhai) લઈને આવ્યા છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. લોકડાઉનને કારણે સલમાન આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરી શક્યા નહીં, જેના કારણે તેમના ચાહકો દુ:ખી થયા હતા. પરંતુ હવે સલમાનના ચાહકો માટે એક સારા સમાચાર છે. તેમની ફિલ્મ રાધે મહારાષ્ટ્રના કેટલાક થિયેટરોમાં રિલીઝ થઈ છે.

મહારાષ્ટ્રમાં અનલોક કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આમાંના કેટલાક થિયેટરો પણ ખુલ્યા છે. રાજ્યમાં જે થિયેટરો લેવલ 1 અને લેવલ 2 માં આવે છે તેમને ખોલવાની મંજૂરી મળી ગઈ છે. એક અહેવાલ મુજબ, લેવલ 1 અને લેવલ 2 હેઠળ આવતા જિલ્લા થિયેટરો ખુલ્યા છે. 11 જૂને બે થિયેટરોમાં રાધે રિલીઝ થઈ છે. આ બંને સિનેમાઘરો ડ્રાઇવ-ઇન સિનેમા છે જે માલેગાંવમાં સ્થિત છે અને બીજું સિનેમાઘર ઔરંગાબાદમાં.

ઝી સ્ટુડિયોએ ડ્રાઇવ ઇન સિનેમાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં ફિલ્મમાં સાંજના 7:30 વાગ્યે શોમાં ઘણી કારો લાઇનમાં ઉભી જોવા મળી રહી હતી. આ થિયેટર ફિલ્મના બે શો ચલાવી રહ્યું છે. તે જ સમયે, ઔરંગાબાદના સિનેમા હોલમાં 4 શો ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં શો બપોરે 12 કલાકે, 3 વાગ્યે, સાંજે 6: 15 અને રાતે 9:30 કલાકે ચલાવવામાં આવી રહ્યો છે.

 

એક અહેવાલ અનુસાર ડ્રાઇવ ઇન સિનેમાના માલિક તુષારનો સંપર્ક સાધ્યો ત્યારે તેમણે કહ્યું કે 7:30 વાગ્યના શોમાં 22 લોકો ફિલ્મ જોવા આવ્યા હતા, અને 40 લોકો ખુરશી પર બેસીને ફિલ્મ જોઈ હતી. અમે 9:30 વાગ્યે શો રદ કર્યો હતો કારણકે કોઈ પણ આવ્યું ન હતું.

જો આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ન થઈ હોત, તો રિસ્પોન્સ ખુબ સારો હોત. અમે ફિલ્મ મુંબઈ સાગાનું સ્ક્રીનિંગ કર્યું હતું. તે સીધી થિયેટરોમાં રજૂ થઈ હતી અને ઘણા લોકો તેને જોવા માટે પહોંચ્યા.

બોક્સ ઓફિસ કલેક્શન

એક અહેવાલ મુજબ રાધેએ પહેલા દિવસે આશરે 6017 રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મે ઔરંગાબાદમાં 2420 રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ડ્રાઇવ ઇન સિનેમા માલેગાંવએ 3597 રૂપિયાની કમાણી કરી હતી.

રાધે વિશે વાત કરીએ તો ફિલ્મમાં સલમાન ખાનની સાથે દિશા પટણી, જેકી શ્રોફ અને રણદીપ હૂડ્ડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા જોવા મળે છે. આ ફિલ્મને મિક્સ રિવ્યું મળ્યા છે. સલમાનના ચાહકોને તેમની ફિલ્મ ખૂબ ગમી છે.