TMKOC: ફેન્સ માટે સારા સમાચાર, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ‘ટપ્પુ’ નહીં છોડે શો

અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજ અનડકટને પ્રોડક્શન હાઉસ સાથે અણબનાવ ચાલી રહ્યો છે જેના કારણે તેણે 20 ડિસેમ્બરનું શૂટિંગ પૂરું કર્યા પછી શો છોડવાની જાહેરાત કરી છે પરંતુ હવે આ બધી અફવાઓનો અંત આવ્યો છે.

TMKOC: ફેન્સ માટે સારા સમાચાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપ્પુ નહીં છોડે શો
Raj Anadkat ( File photo)
| Updated on: Dec 17, 2021 | 8:46 PM

છેલ્લા કેટલાક દિવસોથી ભારતના સૌથી લોકપ્રિય શોમાંના એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા  ( (Taarak Mehta Ka Ooltah Chashmah) )  વિશે ઘણા અહેવાલો આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ શોના ઘણા કલાકારો શો છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ શોએ તાજેતરમાં રેકોર્ડબ્રેક ટીઆરપી મેળવીને આ વર્ષના સૌથી લોકપ્રિય શોની યાદીમાં પ્રવેશ કર્યો છે.  પરંતુ આખરે આ શો વિશે ચાલી રહેલા સમાચારોનો અંત આવ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે શોના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ (Raj Anadkat)  શો છોડી રહ્યો નથી.

થોડા દિવસો પહેલા સમાચાર ચાલી રહ્યા હતા કે ટપ્પુ એટલે કે રાજ અનડકટ તારક મહેતા શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રાજનું પ્રોડક્શન હાઉસ સાથે અણબનાવ ચાલી રહ્યો છે,. જેના કારણે તેણે 20 ડિસેમ્બરનું શૂટિંગ પૂરું કર્યા પછી શો છોડવાની જાહેરાત કરી છે. પરંતુ હવે આ બધી અફવાઓનો અંત આવી ગયો છે. એક સૂત્રના જણાવ્યા અનુસાર, રાજ પહેલા થોડો અસ્વસ્થ હતો પરંતુ હવે તે શોમાં આવવા માટે તૈયાર છે અને અત્યારે તે ક્યાંય જઈ રહ્યો નથી.

 

પ્રોડક્શનના એક સૂત્રએ જણાવ્યું છે કે રાજ અનડકટ કેટલીક વસ્તુઓથી ખુશ નથી પરંતુ તે વસ્તુઓ પહેલાની હતી. હવે તેણે શોમાં રહેવાની યોજના બનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા મહિનાઓ પહેલા એવી અફવા હતી કે મુનમુન દત્તા શો છોડવા જઈ રહી છે કારણ કે તે એક વીડિયોના કારણે ટ્રોલ થઈ હતી. આ પછી પણ મુનમુન શો સાથે જોડાયેલી રહી છે. આ વચ્ચે રાજ અને મુનમુનના અફેરના ઘણા સમાચાર આવ્યા હતા, જેના પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ટપ્પુ શો છોડી રહ્યો છે.

છેલ્લા 4 વર્ષથી આ શો સાથે જોડાયેલ છે
તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ઘણા દિગ્ગજ કલાકારો કામ કરે છે, જેઓ વર્ષોથી આ શો સાથે છે. ટપ્પુ એટલે કે રાજ 2017થી આ શો સાથે જોડાયેલો છે. પાત્રો આ શોનો મહત્વનો ભાગ છે. આજે પણ આ શો ભારતનો સૌથી લોકપ્રિય કોમેડી શો છે. આમાં સૌથી વધુ ગમતા પાત્રો છે જેઠાલાલ, દયા બેન અને બાબુજી. જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશી એક પીઢ અભિનેતા છે અને તેઓ શરૂઆતથી જ શો સાથે જોડાયેલા છે. અન્ય તમામ કલાકારોની પોતાની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો : ઠંડીમાં તમને પણ કાનમાં દુઃખાવો થતો હોય તો પડી શકે છે મુશ્કેલી, જાણો તેના પાછળનું કારણ અને ઉપચાર

આ પણ વાંચો : Imran Khan : પાકિસ્તાનના વડાપ્રધાન પાસે ઘર ચલાવવાના પણ પૈસા નથી ! મિત્ર પાસેથી લે છે દર મહિને આટલા રૂપિયા…

Published On - 8:09 pm, Fri, 17 December 21