Gilbert Gottfried નું 67 વર્ષની વયે અવસાન થયું, હોલીવુડ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલી

|

Apr 13, 2022 | 10:41 PM

Hollywood News : ગિલ્બર્ટ ગોટફ્રાઈડના (Gilbert Gottfried) પરિવારે એક નિવેદન બહાર પાડ્યું જેમાં તેઓએ કહ્યું, "લાંબી બીમારી પછી પ્રિય ગિલ્બર્ટ ગોટફ્રાઈડના નિધનની જાહેરાત કરતાં અમને ખૂબ જ દુઃખ થયું છે.''

Gilbert Gottfried નું 67 વર્ષની વયે અવસાન થયું, હોલીવુડ હસ્તીઓએ આપી શ્રદ્ધાંજલી
Gilbert Gottfried (File Photo)

Follow us on

હોલીવુડમાંથી (Hollywood) તાજેતરમાં કોઈને કોઈ દિગ્ગજના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે. આજે એક પ્રખ્યાત કોમેડિયનનું અવસાન થયું જેણે ઘણા શો માટે ફિલ્મોના પાત્રો તરીકે કામ કર્યું છે, તે વ્યક્તિ છે ગિલ્બર્ટ ગોટફ્રાઈડ (Gilbert Gottfried). પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અભિનેતા ગિલ્બર્ટ ગોટફ્રાઈડનું ગઇકાલે અવસાન થયું છે, જેની તેના પરિવારે એક નિવેદનમાં પુષ્ટિ કરી છે. કોમેડિયનનું (Comedian) લાંબી માંદગી બાદ અવસાન થયું. તેવો  આઇકોનિક અવાજ અને ક્રૂડ કોમેડિક શૈલી માટે જાણીતા હતા. ગોટફ્રાઈડ ડિઝનીના અલાદ્દીનમાં પોપટ યાગોના અવાજ તરીકે તેની સ્ક્રીન હાજરી માટે જાણીતા હતા.

ગિલ્બર્ટ ગોટફ્રાઈડે પ્રોબ્લેમ ચાઈલ્ડ, લુક હુ ઈઝ ટોકિંગ ટૂ અને બેવર્લી હિલ્સ કોપ II જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કોમેડિયન ગિલ્બર્ટ ગોટફ્રાઈડનું નિધન

કોમેડિયનના અવસાન પર આજે અનેક હોલીવુડ હસ્તીઓએ તેમને  ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે, જેમાં ટિફની હૅડિશ, એમી શૂમર અને જોન સ્ટુઅર્ટ જેવા સાથી હાસ્ય કલાકારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, સીનફેલ્ડ સ્ટાર જેસન એલેક્ઝાન્ડરે સ્વર્ગસ્થ હાસ્ય કલાકારને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ ટ્વિટર પર કહ્યું, “ગિલ્બર્ટ ગોટફ્રાઈડે મને એવા સમયે હસાવ્યો જ્યારે હાસ્ય સહેલાઈથી આવતું ન હતું. તેને હું  શું ભેટ આપું…. હું તેને સારી રીતે ઓળખતો ન હતો પરંતુ મને જે ગમ્યું તે તેણે મારી સાથે શેર કર્યું. તેમના પરિવારને મારી પ્રાર્થના અને સંવેદના.”

ગિલ્બર્ટ ગોટફ્રાઈડને કોણે શ્રદ્ધાંજલિ આપી

આ ઉપરાંત, એમી શૂમરે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્રિસ રોક, સ્ટીવ કેરેલ અને સ્વર્ગસ્થ કોમેડિયન સાથે પોતાની એક તસવીર શેર કરી છે. ગિલ્બર્ટને યાદ કરતાં તેણે લખ્યું કે, ‘ગિલ્બર્ટ ખૂબ જ મીઠો હતો. ખરેખર દયાળુ અને દંતકથા સમાન વ્યક્તિત્વ.”

તેમના પરિવારે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

ગોટફ્રાઈડના પરિવારે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેઓએ કહ્યું, “લાંબી બીમારી બાદ  પ્રિય ગિલ્બર્ટ ગોટફ્રાઈડના નિધનની જાહેરાત કરતાં અમને ખૂબ જ દુઃખ થયું છે. કોમેડીમાં સૌથી આઇકોનિક અવાજ હોવા ઉપરાંત, ગિલ્બર્ટ તેના પરિવાર માટે અદ્ભુત પતિ, ભાઈ, મિત્ર અને પિતા હતા. જો કે, આજનો દિવસ આપણા બધા માટે દુઃખદ છે, કૃપા કરીને ગિલ્બર્ટના સન્માનમાં તમે બને તેટલું હસતા રહો.”

આ પણ વાંચો – અજાણ્યા લોકો સાથે ફોન પર વાત નથી કરી શકતો આ અભિનેતા, જાતે જ કર્યો ખુલાસો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Next Article