તારક મહેતામાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન થયા અને પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી હતી. આ અંતિમ વિદાયમાં નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.
તમને જણાવી દઈએ કે થોડા મહિના અગાઉ જ આ અહેવાલ આવ્યા હતા. તે સમયે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક કેન્સર સામે લડી રહ્યા હતા. ત્યારે તેમની કીમોથેરાપી કરાવી હતી અને ફેન્સ તેમના સાજા થવાની કામના કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયક ઈચ્છતા હતા કે સજા થઈને તેઓ જલ્દી જ કામ શરૂ કરે.
ત્યારે તેમણે મૃત્યુને લઈને પણ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. આપણા સૌના પ્રિય ઘનશ્યામ નાયકે તેમની છેલ્લી ઈચ્છા વિશે કહ્યું હતું કે ‘મારી છેલ્લી ઈચ્છા મેકઅપ લગાવીને મરી જવાની છે.’ હવે નટુકાકા આપણી વચ્ચે નથી. પરંતુ તેમની અંતિમ યાત્રામાં તેમની આ છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી. આ વિડીયોમાં તેમના ચહેરા પર મેકઅપ કરવામાં આવી રહ્યો છે. એવી જ રીતે જેવી રીતે મંચ પર જતા પહેલા એક કલાકાર તૈયાર થતો હોય. એવું લાગી રહ્યું છે કે આ દિગ્ગજ અભિનેતા ઈશ્વરીય દરબારમાં ભગવાનના મંચ પર જઈને પોતાનો ઉત્તમ અભિનય રજુ કરીને ત્યાં પણ સૌને સ્તબ્ધ કરી મુકશે.
તમને જણાવી દઈએ કે નટુકાકાને અંતિમ વિદાય આપવા તારક મહેતાની ટીમ આવી હતી. જેમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુ), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન: તારક મહેતાની ટીમે ભીની આંખે નટુકાકાને આપી અંતિમ વિદાય
આ પણ વાંચો: ચિંતાજનક: તહેવારોની તૈયારી વચ્ચે AHNA ની ચેતવણી, ‘જો આ જ રીતે ચાલતુ રહેશે તો ત્રીજી લહેર આવી શકે છે’