29 ઓક્ટોબરે કોલકાતામાં જન્મેલી રીમા (Reema sen)સેન સ્ક્રીન પર બોલ્ડ અને ઇન્ટિમેટ સીન્સ આપીને ચર્ચામાં આવી હતી. 29 ઓક્ટોબર 1981ના રોજ જન્મેલી રીમા પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે. રીમાએ ફિલ્મ ‘હમ હો ગયે આપકે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. રીમા આ ફિલ્મમાં ફરદીન ખાન સાથે જોવા મળી હતી.
તેણીએ ‘માલામલ વીકલી’ અને ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં તેના શાનદાર એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી, જોકે તે પછી તે સ્ક્રીન પરથી ગાયબ થઈ ગઈ હતી. તેનું એક બોલ્ડ ફોટોશૂટ કમમાલા કોર્ટમાં પહોંચ્યું અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
અનુરાગ કશ્યપની ગેંગ્સ ઓફ વાસેપુરમાં દુર્ગાનો રોલ કરનાર રીમા સેન મનોજ બાજપેયીના (Manoj Bajpayee) પ્રેમમાં પડે છે. ફિલ્મમાં મનોજ બાજપેયી રીમાને બંગાળી કહે છે. આ ફિલ્મમાં તે મનોજ બાજપેયી સાથે ઇન્ટિમેટ થઇ હતી અને આ સીનેતમામ હદ વટાવી દીધી હતી. આ ઈન્ટીમેટ સીન આ ફિલ્મનો સૌથી હોટ સીન છે.
રીમા સેન જાણીતી અભિનેત્રી સુચિત્રા સેનની પૌત્રી અને અભિનેત્રી મુનમુન સેનની (Munmun Sen) પુત્રી છે. તેને શરૂઆતથી જ એક્ટિંગ અને મોડલિંગમાં રસ હતો. એક્ટ્રેસ ભલે આજે ફિલ્મી પડદાથી દૂર છે, પરંતુ તે પોતાના સમયમાં તેના બોલ્ડ લુક માટે જાણીતી હતી.
મૉડલિંગથી કરિયરની શરૂઆત કરી
રીમાએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તેણીએ ઘણા વર્ષો સુધી મોડેલિંગ કર્યું અને પછી ઘણી જાહેરાતોમાં જોવા મળી હતી. આ પછી તે ઘણી બંગાળી સિરિયલો અને ફિલ્મોમાં જોવા મળી. અભિનેત્રીએ પહેલા તેલુગુ ફિલ્મ ચિત્રમ કરી હતી. તેની પ્રથમ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. તેણે ઘણી તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.
બોલ્ડ ફોટોશૂટના કારણે કરિયર છોડી
અભિનેત્રી બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતી હતી. તેણે એક અખબાર માટે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેના કારણે અભિનેત્રી વિરુદ્ધ વર્ષ 2006માં મદુરાઈ હાઈકોર્ટમાં અશ્લીલતા ફેલાવવા માટે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું. વર્ષ 2012માં અભિનેત્રીએ બિઝનેસમેન શિન કરણ સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ એક્ટ્રેસે એક્ટિંગને અલવિદા કહી દીધું. લગ્નના એક વર્ષ બાદ તેણે 2013માં પુત્રને જન્મ આપ્યો હતો.
આ પણ વાંચો : Facebook Name Change: ફેસબુકે બદલ્યું કંપનીનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસ પરિવારમાં દિવાળી પૂર્વે દિવાળી જેવો માહોલ, સરકારની સમિતિ બનાવવાની જાહેરાતની ઉજવણી
Published On - 7:12 am, Fri, 29 October 21